________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
૩ર૧
લાગે છે કે જે તે વસ્તુના ક્રય-વિક્રય કરવામાં ગૃહસ્થને લાગેલા હોય છે. એમ કરવાથી સાધુ ક્રય-વિક્રય દ્વારા જીવિકા-નિર્વાહ કરનાર ગૃહસ્થ બની જાય છે તેથી એ પ્રકારના પ્રયોગનો નિષેધ કરવામાં આવે છે.
૫ જ્યાં બેસી સાધુ ભોજન કરે તે સ્થાન ચારેય બાજુએથી ઢંકાયેલું, ત્રસ જીવોના નિવાસ વગરનું અને સ્વચ્છ હોવું જોઈએ. આ ઉપરાંત ભોજન કરતી વખતે ભોજનને જમીન ઉપર પડવા ન દેવું જોઈએ. “આ ભોજન સારી રીતે રાંધેલ છે”, “સારી રીતે છોતરાં દૂર કરેલ છે”, “મધુર છે”, “ખરાબ છે વગેરે સાવદ્ય વચનોનો પણ પ્રયોગ ન કરવો જોઈએ. તે ઉપરાંત, દિવસમાં એક જ વાર ભોજન કરવું જોઈએ.
૬ ભિક્ષાર્થે જતી વખતે પોતાનાં પાત્રોની સંભાળ સાધુએ લેવી જોઈએ તથા ભિક્ષા લેવા માટે અડધા યોજન (પરમાદ્ધ-યોજન) જેટલું જ દૂર જવું જોઈએ. તે ઉપરાંત, ભોજન માટે જે સમય (તૃતીય પોષી) નિયત છે તેમાં જ ભોજન કરવું જોઈએ. રાત્રે ક્યારેય ભોજન ન લેવું જોઈએ.
આ રીતે સાધુએ આહાર-ગ્રહણમાં ઘણાં મુશ્કેલ નિયમોનું પાલન કરવું પડે છે. ભિક્ષાચર્યા નામના તપના પ્રસંગે કેટલાક અન્ય વિશેષ નિયમોનું વર્ણન કરવામાં આવશે. આ આહાર સંબંધી વર્ણન ઉપરથી સ્પષ્ટ થાય છે કે સાધુ હિંસાદિ દોષોને બને ત્યાં સુધી રક્ષવા માટે કોશિશ કરે. એ ઉપરાંત, સરસ ભોજનની લાલસા ન કરતાં, અલ્પ, નીરસ તથા ગૃહસ્થના ભોજનના શેષાત્ર (જે અનેક ઘરોમાંથી ભિક્ષા દ્વારા લાવવામાં આવેલ હોય) તેનો સંયમની રક્ષા
अप्पपाणेडप्पबीयम्मि पडिच्छनम्मि संवुडे । समयं संजए भुंजे जयं अपरिसाडियं ।। सुक्कडित्ति सुपक्कित्ति सुच्छिन्ने सुहडे मडे । सुणिट्ठिए सुलट्ठिसत्त सावज्जं वज्जए मुणी ।।
–૩. ૧. ૩૫-૩૬.
२ अवसेसं भंडगं गिज्झ चक्खुसा पडिलेहए ।
परमद्धजोयणाओ विहारं विहरए मुणी ॥
–૩. ર૬. ૩૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org