________________
પ્રકરણ ૧
દ્રવ્ય-વિચાર
આ દષ્ટિગોચર થતું વિશ્વ, આપણને જેવડું દેખાય છે એવડું જ છે કે તેનાથી પણા પર કંઈક છે! તેનો પ્રારંભ ક્યારથી થયો ? તેનો ક્યારેય અંત આવશે કે નહીં ? તેના મૂળમાં એવું શું છે કે જેથી તેનો આટલો વિકાસ થયો ? તેના મૂળમાં કંઈ છે કે નહીં ? અથવા આ માત્ર ભ્રમ છે ? તેનો કોઈ વ્યવસ્થાપક છે કે નહીં ? જેવા અનેક પ્રશ્નો આજે પણ માનવના હૃદયમાં જિજ્ઞાસા જગાડે છે. આ જિજ્ઞાસાપૂર્ણ પ્રશ્નોનું સમાધાન વિભિન્ન તત્ત્વવેત્તાઓએ વિભિન્ન પ્રકારે કર્યું છે. આજનું વિજ્ઞાન પણ આ સત્યની શોધ કાજે સતત પ્રયત્નશીલ છે. જૈન તત્ત્વજ્ઞાન પર આધારિત ‘ઉત્તરાધ્યયન-સૂત્ર” દ્વારા આ બાબતમાં જે જાણકારી પ્રાપ્ત થાય છે તેને નીચે પ્રમાણે અભિવ્યક્ત કરી શકાય.
૧. પ્રત્યક્ષ દષ્ટિ-ગોચર થતા આ સંસારથી પર ગણાય એવું ઘણાં છે. આપણને જે દેખાય છે તે તો સમુદ્રના એક બિન્દુ બરાબર પણ નથી. આજનું વિજ્ઞાન જે શોધ કરી શક્યું છે તે પણ ઘણી જ અલ્પ છે. આ પ્રત્યક્ષ-દૃશ્યમાન સંસાર અને તેનાથી પર અનંત-ભાગને આપણે “વિશ્વ' કહીએ છીએ. તેથી આ વિશ્વના વિસ્તારનું માત્ર અનુમાન કરી શકાય છે. મુખ્યતઃ આ વિશ્વના બે ભાગ છે: ૧. જ્યાં સૃષ્ટિ-તત્ત્વોની હાજરી છે (ત લોક) અને ૨. જ્યાં શુદ્ધ આકાશ સિવાય અન્ય બધી સૃષ્ટિ-તત્ત્વોનો પૂર્ણ અભાવ છે (તે અલોક) આમાંથી જેટલાં ભાગમાં સૃષ્ટિતમ વિદ્યમાન છે તેની તો કંઈક સીમા છે. પરંતુ, તેનાથી પર જે સૃષ્ટિતત્ત્વોથી શૂન્ય શુદ્ધ આકાશનો પ્રદેશ છે તેની તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org