________________
૫૪
ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન કોઈ સીમા નથી.
૨. આ વિશ્વનો પ્રારંભ ક્યારથી થયો અને એ ક્યાં સુધી ચાલ્યા કરશે? આ બાબત કોઈ સીમા નિર્ધારિત થઈ નથી. ઘણું કરીને બધાં ભારતીય દર્શન આ બાબતમાં એકમત છે કે આ સૃષ્ટિનો પ્રારંભ કાળ તથા તેનો અંતકાળ છે જ નહીં. તેથી તેને અનાદિ અને અનંત કહેવામાં આવે છે. કોઈ વસ્તુના વર્તમાન અવસ્થા-વિશેષને દષ્ટિમાં રાખતાં, પ્રારંભ અને અંતે બંને સંભવે છે.
૩. આ વિશ્વ શૂન્યવાદી બોદ્ધોની માન્યતા પ્રમાણે “અભાવ રૂપ' (શૂન્ય રૂપ), તથા વેદાંતીઓની માન્યતા મુજબ કલ્પના પ્રસ્ત (માયારૂપ) નથી. પરંતુ તે એટલું સત્ય અને નક્કર છે જેટલું તે પ્રતીત થાય છે. એ હકીકત ખરી જ કે તેમાં પ્રત્યેક ક્ષણ પરિવર્તન થઈ રહ્યું છે પણ પરિવર્તન થયા કરતું હોવા છતાં તેનો સર્વથા વિનાશ થવાનો નથી. કારણ કે એ સર્વમાન્ય સિદ્ધાંત છે કે વિદ્યમાન (સ)નો ક્યારેય વિનાશ થતો નથી અને અવિદ્યમાન (મસા)નો ક્યારેય આવિર્ભાવ થતો નથી.
સંસારની અસારતા, નશ્વરતા, ભ્રમરૂપતા વગેરેનું જે વર્ણન ગ્રંથમાં કરવામાં આવેલું છે તે આધ્યાત્મિક દષ્ટિએ થયું છે.
૪. આ વિશ્વનો વ્યવસ્થાપક અથવા રચયિતા કોઈ ઈશ્વર વગેરે નથી. આ, સ્વચારિત યંત્રની જેમ સતત અને અબાધ રૂપે ચાલી રહેલ છે.
આ ઉપર્યુક્ત તથ્યોનું વિશ્લેષણ આવશ્યક હોવાથી સર્વપ્રથમ લોક-રચનાનું નિરૂપણ કરવામાં આવશે.
લોકરચના પહેલાં જણાવવામાં આવ્યું કે આ વિશ્વ બે ભાગોમાં વિભક્ત થયેલું છે? પુરૂષ, સ્ત્રી, ગાય, બળદ, કીડા, પથ્થર, જલાશય વગેરેની જ્યાં સ્થિતિ છે તે એક ભાગ તેને લોક” અથવા “લોકાકાશ” કહેવામાં આવે છે અને જ્યાં સ્ત્રી, પુરુષ, ગાય, જલાશય વગેરે કોઈનું અસ્તિત્વ ત્રિકાળમાં પણ સંભવે નહીં તે
१ नासतो विद्यते भावो नाभावो विद्यते सतः ।
–
તા ૨. ૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org