________________
પપ
બીજો ભાગ-તે માત્ર આકાશ પ્રદેશ છે અને તેને “અલોક” અથવા “અલોકાકાશ' કહેવામાં આવે છે. આ પ્રકારના વિભાજનનો આધાર છે સૃષ્ટિ તત્ત્વોની હાજરી અને ગેરહાજરી. જો આવું વિભાજન ન કરવામાં આવ્યું હોત તો આ વિશ્વને અસીમ માનવું પડત. આકાશ-પ્રદેશની કોઈ સીમા ન હોવાથી તેની લોકબહાર (અલોકમાં) પણ સત્તા માનવામાં આવી છે. અલોકની કોઈ સીમા ન હોવાથી તથા ત્યાં કોઈ પણ જીવની ગતિ સંભવતી ન હોવાથી, વિવેચનીય વિષય “લોક” જ છે.
ક્ષેત્રીની દષ્ટિએ લોકને ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. ૧ ઉપરનો ભાગ (ઊર્ધ્વલોક) ૨. વચ્ચેનો ભાગ (તિર્યક અથવા મધ્યલોક) અને ૩ નીચેનો ભાગ (અધોલોક). લોકના જે આ ત્રણ ભાગ પાડવામાં આવ્યા તેનું જો કે ગ્રન્થમાં વિસ્તૃત વર્ણન નથી છતાં પણ તે સમજ્યા વગર આગળનું વિવેચન સમજવું સરળ ન હોવાથી ગ્રંથમાં મળતા સંકેતોને આધારે ત્રણ લોકનું વર્ણન કરવું જરૂરી છે.
ઊર્ધ્વલોક : જ્યાં આપણો નિવાસ છે તેનાથી ઉપરના ભાગને “ઊર્વલોક' કહેવામાં આવે છે. ઊર્ધ્વલોકમાં મુખ્ય રૂપે દેવોનો નિવાસ હોવાથી તેને દેવલોક, બ્રહ્મલોક,
१ जीवा चेव अजीवा य एस लोए वियाहिए । अजीवदेसमागासे अलोए से वियाहिए ।
–૩. ૩૬. ૨. તથા જુઓ – ઉ. ૨૮. ૭, ૩૬. ૭. ૨ ગટ્ટુ પદે ય તિર્ષિ ૨ા.
–૩. ૩૬. ૫૦. તથા જુઓ - ઉ. ૩૬. ૫૪. ૩ વિશેષ માટે જુઓ - તત્ત્વાર્થસૂત્ર, અધ્યાયઃ ૩, ત્રિલોકપ્રજ્ઞપ્તિ,
જીવાભિગમસૂત્ર, ચંદ્રપ્રજ્ઞપ્તિ, ભગવતીસૂત્ર વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org