________________
૫૬
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
યક્ષલોક તથા સ્વર્ગલોક પણ કહેવામાં આવે છે'. આ ઊર્ધ્વલોકમાં ઉપર-ઉપર દેવતાઓનાં અનેક વિમાનો છે. સર્વ પ્રકારની અભિલાષાઓ પૂર્ણ કરનાર ‘સર્વાર્થસિદ્ધિ’ નામના અંતિમ વિમાનથી ૧ર યોજન (લગભગ ૪૮૦૦૦ કોસ ક્ષેત્ર-પ્રમાણ) ઉપર એક ‘સિદ્ધ-શિલા’ છે. આ સિદ્ધ-શિલા ૪૫ યોજન લાંબી અને એટલી જ પહોળી છે. તેનો પરિઘ (ઘેરાવો) આ અંતરથી ત્રણ ગણો વધારે (૧૪૨ ૩૦૨૪૯ યોજનથી જરા વધારે) છે. મધ્ય ભાગમાં તેની જાડાઈ આઠ યોજન છે અને તે ક્રમશ ચારે બાજુથી કૃશ થતાં થતાં માખીની પાંખ કરતાં પણ વધારે પાતળી થઈ ગઈ છે. તેનો આકાર ઉઘાડેલી છત્રી સમાન છે. શંખ, અંક-રત્ન (શ્વેત કાંતિ ધરાવતું રત્ન-વિશેષ) અને કુન્દ પુષ્પ સમાન સ્વભાવે કરીને સફેદ, નિર્મળ, કલ્યાણકારિણી અને સુવર્ણમય હોવાથી તેને ‘સીતા’ એવું નામ આપવામાં આવ્યું છે. ઉપરના ભાગમાં અતિ હળવી હોવાથી તેનો ‘ઈષત્યાગભારા' તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનાથી ઉપર એક યોજન-પ્રમાણ-વાળા ક્ષેત્રને ‘લોકાન્તભાગ' કહેવામાં આવે છે. કારણ કે તેના પછી લોકની સીમા પૂરી થાય છે અને અલોકનો આરંભ થાય છે. આ એક યોજન-પ્રમાણ લોકાન્તભાગના ઉપર કોસના છઠ્ઠા ભાગમાં મુક્તઆત્માઓનો નિવાસ માનવામાં આવ્યો છે”. ગ્રન્થમાં ‘લોકાન્ત'ને જ ‘લોકાગ્ર’
૧ ‘ઝૂમ્મર્ડ વિં’ —૩. ૧. ૨૨; ટેવોનુઓ સંતો’ -૩. ૧૯, ૮; ‘સે સુપ્ લક્ષ્મજોશો' —–૩. ૧૮. ૨૯.; રાત્ઝે નલ્લુસોચયં’ -૩. ૧. ૨૪; ‘સાર્ समिद्धे सुरलोगम्मे' ~૩. ૧૪. ૧.
૨. અવસૂરિકારે આઠ યોજન પ્રમાણમાં ‘ઉત્સવાઘાઙગુલ’થી તથા ‘અનુયોગદ્વાર’માં ‘પ્રમાણાઙગુલ’થી ક્ષેત્ર-સીમા માપવાની કલ્પના કરી છે તેથી ક્ષેત્ર-સીમામાં ઘણું અંતર પડે છે.
-ઉ. આ. ટી. પૃ. ૧૬૬૮.
3 वारसहिं जोयव्वणेहिं सवइवट्ठस्सुवरिं भवे । ईसिपव्भारनामा उ पृढवी छत्तसंठिया ॥ पणयालसयसहस्सा जोयणांण तु आयया । तावइयं चैव चित्थिण्णा तिगुणो तस्सेव परिरओ ॥ अट्ठजोयणवाहला सा मज्झम्मि वियाहिया । परिहायन्ती चरिमन्ते मच्छियापत्ता तणुयरो ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org