________________
૪૬૨
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
પિતા : માણસો જે મેળવવા માટે તપ કરે છે તે પ્રચુર ધન, સ્ત્રીઓ વગેરે તમને મળેલ જ છે તો પછી દીક્ષા લેવા માટેનું શું પ્રયોજન છે ?
પુત્ર ઃ પિતાજી ! તારૂપી ધર્મધુરા ધારણ કરનારને ધનદિનું શું પ્રયોજન હોય ? અમે તો ગુણસમૂહને ધારણ કરવા માટે દીક્ષા લેવાની ઈચ્છા રાખીએ છીએ.
પિતા : હે પુત્રો ! જે પ્રકારે અવિદ્યમાન એવો અગ્નિ અરણિમાંથી, ધી દૂધમાંથી, તેલ તલમાંથી ઉત્પન્ન થાય છે તે રીતે અવિદ્યમાન જીવ પણા શરીરમાંથી ઉત્પન્ન થાય છે અને શરીર નષ્ટ થતાં નાશ પામે છે.
પુત્ર ઃ જીવ અમૂર્ત સ્વભાવનો હોવાથી મૂર્ત ઈન્દ્રિયો દ્વારા જોઈ શકાતો નથી. અમૂર્ત હોવાથી તે નિત્ય પણ છે. તે ઉત્પન્ન પણ થતો નથી અને તે નાશ પપા પામતો નથી. તે બાબતનું સમ્યક્ જ્ઞાન ન હોવાથી અમે અત્યાર સુધી ઘરમાં રહી પાપ કર્મો કર્યા. તેથી હવે વિલંબ કરવો ઉચિત નથી.
પિતા : આ લોક કોનાથી પીડિત છે ? કોનાથી ઘેરાયેલ છે ? અને અમોઘા કોણ છે ? એ જાણવા હું ઉત્સુક છું.
પુત્ર ઃ આ લોક મૃત્યુથી પીડિત છે, વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલ છે, અને રાત્રિ અમોઘા છે, ધર્મ કરનારની બધી રાત્રિઓ સફળ છે અને અધર્મ કરનારની બધી રાત્રિઓ અસફળ છે.
પિતા : પહેલાં તો આપણે બધા ગૃહસ્થ-ધર્મનું પાલન કરીએ પછી દીક્ષા લઈશું.
પુત્ર : જેને મૃત્યુ સાથે મૈત્રી હોય, જે બચી શકે એવો હોય, અને જેને વિશ્વાસ હોય કે પોતે મરવાનો નથી તે જ આવતી કાલનો વિચાર કરે. અમે બંને તો આજે જ દીક્ષા લઈશું.
આ રીતે પુરોહિતના બંને પુત્રો જ્યારે પોતાના વિચારમાંથી ન ડગ્યા ત્યારે તેણે પણ પુત્રહીન તરીકેની દયનીય સ્થિતિનો વિચાર કરી દીક્ષા લેવા વિચાર્યું અને પોતાની પત્નીને કહેવા લાગ્યો :
પુરોહિત : હે વાસિષ્ઠી ! હવે મારો ભિક્ષાચર્યાનો સમય આવી પહોંચ્યો છે કારણ કે શાખાવિહીન વૃક્ષની જેમ પુત્રવિહીનનું ઘરમાં રહેવું નિરર્થક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org