________________
પરિશિષ્ટ ૧ : કથા-સંવાદ
૪૬૧
આ રીતે આ પરિસંવાદમાં અનાથ શબ્દની ખૂબ જ રોચક અને સટીક વ્યાખ્યા પ્રસ્તુત કરવામાં આવી. એ પરથી નીચે જણાવેલ બાબતો પણ પ્રકાશ પાડે છે :
૧ ધર્માચરણથી યુક્ત વ્યક્તિ સનાથ છે અને ધર્મહીન અનાથ છે. ર ધનાદિથી કોઈ સનાથ થતું નથી. ૩ બાહ્યલિંગ કરતાં આવ્યંતર શુદ્ધિની પ્રધાનતા. ૪ વિનીત વ્યક્તિનું સ્વરૂપ ૫ સ્વલ્પ અપરાધ માટે પણ ક્ષમાયાચના.
ઈષકારીય આખ્યાન ? દેવલોકના એક જ વિમાનમાં રહેનારા છ જેવો અવશિષ્ટ (બાકી રહેલ) પુણ્ય કર્મોનો ઉપભોગ કરવા માટે ઈષકાર નગરમાં ઉત્પન્ન થયા. તે જ જીવો આ પ્રમાણે હતા : ૧ પુરોહિત, ૨ પુરોહિતની પત્ની યશા, ૩-૪ પુરોહિતના બે પુત્રો, ૫ રાજા વિશાલકીર્તિ (ઈષકાર) અને ૬ રાજાની પત્ની રાણી કમલાવતી.
સંયોગવશ એક દિવસ પુરોહિતના બંને પુત્રોને જાતિસ્મરણ થયું અને તેમનું અંત:કરણ વૈરાગ્યની ભાવનાથી સભર થયું. તે પછી તે બંને દીક્ષા માટે અનુમતિ લેવા માતા-પિતા પાસે જઈને આ પ્રમાણો કહેવા લાગ્યા :
પુત્રઃ આ જીવન વિનોથી ભરેલું અને દુઃખમય છે. અમારું આયુષ્ય ખૂબ અલ્પ છે. અમને ઘરમાં આનંદ મળતો નથી. માટે દીક્ષાર્થે અનુમતિ આપો.
પિતા : પુત્ર વગર સદ્ગતિ મળતી નથી એમ વેદવિદ્ બ્રાહ્મણો કહે છે. તેથી પ્રથમ વેદનું અધ્યયન કરો. બ્રાહ્મણોને ભોજન આપો. સ્ત્રીઓ સાથે આનંદ કરો. સંતાન ઉત્પન્ન કરો. પછી દીક્ષા લેજો.
પુત્રઃ વેદાધ્યયન, બ્રાહ્મણ-ભોજન, વગેરે રક્ષા કરતાં નથી. એ ઉપરાંત વિષય-ભોગો ક્ષણિક સુખરૂપ અને અનર્થોની ખાણરૂપ છે.
૧ ઉ. અધ્યયન ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org