________________
પરિશિષ્ટ ૧ : કથા-સંવાદ
૪૬૩
વાસિષ્ઠી : ઉપલબ્ધ એવા આ પ્રચુર માત્રાના ભોગો ભોગવી લીધા પછી દીક્ષા લઈશું.
પુરોહિત : આપણે ભોગ ભોગવી લીધા. આયુષ્ય ક્ષીણ થતું જાય છે તેથી હવે હું સંયમ ધારણ કરવા માટે ભોગો છોડવા ઈચ્છું છું.
વાસિષ્ઠી : હજી મારી સાથે આનંદ કરો. કયાંક એવું ન થાય કે પ્રતિસ્રોતમાં તરતા વૃદ્ધ હંસની જેમ દીક્ષા લીધા પછી બંધુઓને યાદ કરીને પસ્તાવો કરવો પડે.
પુરોહિત : જ્યારે પુત્રોએ નિર્મમભાવે ભોગોને છોડી દીધા છે ત્યારે હું પણ તેમને કેમ ન અનુસરું ?
આ રીતે પુત્ર અને પતિનો દઢ નિશ્ચય જોઈ વાસિષ્ઠી પણ વિચારે છે કે જેમ ક્રેચ પક્ષી જાળ ભેદીને ઊડી જાય છે તેમ જ મારા પુત્રો અને પતિદેવ જઈ રહ્યા છે. તો હું પણ એમનું અનુગમન કેમ ન કરું? આમ વિચારી તે પણ તેઓને અનુસરે છે.
આ રીતે પુરોહિતે સપરિવાર દીક્ષા લીધી તેથી તે દેશના રાજા ઈષકારે રાજધર્માનુસાર તેના ધનને લેવા ઈચ્છા વ્યક્ત કરી ત્યારે રાણી કમલાવતીએ કહ્યું, “જેમ વમન પદાર્થને ખાનારની કોઈ પ્રશંસા કરતું નથી તેમ જ બ્રાહ્મણના ત્યજેલા ધનને લેનારની પણ પ્રશંસા થશે નહીં. ધનથી તૃપ્તિ પણ થતી નથી અને રક્ષણ પણ મળતું નથી. રક્ષણ કરનાર તો એક માત્ર ધર્મ જ છે. તેથી ધર્મનું આચરણ કરવું ઉચિત છે.” આમ વિવિધ રીતે કમલાવતીએ સમજાવ્યું ત્યારે રાજાએ પણ પોતાની પત્ની સાથે દીક્ષા લઈ લીધી. અંતે શ્રમધર્મનું પાલન કરી છયે જીવ મુક્ત થયા.
આ પરિસંવાદ નીચે જણાવેલ બાબતો પર પ્રકાશ પાડે છે : ૧ વિષયભોગોની અસારતા અને દુ:ખરૂપતા.
૨ વેદાધ્યયન, બ્રાહ્મભોજન, પુત્રોત્પત્તિ વગેરે રક્ષક નથી. રક્ષક એકમાત્ર ધર્મ છે.
૩ તપનું પ્રયોજન ભોગ-પ્રાપ્તિનું નથી પણ ગુણ ધારણ કરવાનું છે. ૪ આત્માની સિદ્ધિ અને તેની અજરા-અમરતા. ૫ આવતી કાલની તે જ રાહ જુએ કે જે મૃત્યુથી બચી શકતો હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org