________________
૪૬૪
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના
૬ પુત્રના અભાવમાં માતા-પિતાની દયનીય સ્થિતિ. ૭ પરિત્યક્ત ધનનું ગ્રહણ અને વમિત પદાર્થોનું ભક્ષણ સરખા છે. ૮ બિનવારસી ધનનો અધિકારી રાજા છે. ૯ શ્રમધર્મના અંગીકારનું ફળ.
હરિકેશિબલ આખ્યાન : હરિકેશિબલ મુનિનો જન્મ ચાંડાળ કુટુંબમાં થયો હતો. એમણે જેન શ્રમણા બની ઉગ્ર તપ કર્યું. તપના પ્રભાવથી એક તિત્કવૃક્ષવાસી યક્ષ એમની સેવા કરવા લાગ્યો. તેમનો રંગ કાળો હતો. ઉગ્ર તપ કરવાથી તેમનું શરીર કૃશ થઈ ગયું હતું અને વસ્ત્રાદિ ઉપકરણો જીર્ણ-શીર્ણ તેમ જ મલીન થઈ ગયાં હતાં. તેમનું રૂપ વિકરાળ હતું છતાં તપના પ્રભાવથી તેઓ તેજવી લાગતા હતા. એક સમયે ભિક્ષા માટે તેઓ યજ્ઞમંડપમાં ગયા. ત્યાં અજિતેન્દ્રિય અને અજ્ઞાની બ્રાહ્મણોએ હલકી જાતિના તેમને આવતા જોઈ નિંદાયુક્ત વચનો કહ્યાં :
બ્રાહ્મણ ઃ હે જુગુપ્સિત રૂપવાળા ! તું કોણ છે ? શા માટે અહીં આવેલ છે ? અહીં કેમ ઊભો છે ? અહીંથી દૂર જતો રહે. (તે વખતે પેલા યક્ષે મુનિના શરીરમાં પ્રવેશ કર્યો)
યક્ષ (મુનિના શરીરમાં છૂપાઈને) હું ધનાદિના સંગ્રહથી વિરત સંયમી શ્રમણા છું. ભિક્ષાત્ર પ્રાપ્ત કરવા અહીં આવેલ છું. આપ ઘણું ભોજન વહેંચી રહ્યા છો તેથી બાકી રહેલ અન્ન મને પણ આપો.
બ્રાહ્મણ ? આ ભોજન માત્ર બ્રાહ્મણો માટે છે. અમે તને કંઈ નહીં આપીએ. અહીં કેમ ઊભો છે ?
યક્ષ ઃ જેમ ખેડૂત સારી ઉપજની આશાથી ઊંચીનીચી બધી જગાએ બી વાવે છે તેમ જ પુણ્યાભિલાષી તમે મને અન્ન આપો. આ પુણ્યક્ષેત્ર છે. અહીં આપેલ દાન વ્યર્થ નહીં જાય.
બ્રાહ્મણ : પુણ્યક્ષેત્ર તો શ્રેષ્ઠ જાતિ અને વિદ્યાથી યુક્ત બ્રાહ્મણ જ છે. યક્ષઃ ક્રોધાદિ કરનારા બ્રાહ્મણ પાપક્ષેત્ર છે. તેઓ વેદોનું પઠન ભલે કરતા હોય પણ તેના અર્થને સમજતા નથી. બધા કુટુંબોમાં ભિક્ષા માટે જનારો શ્રમણા જ પુણ્યક્ષેત્ર છે.
૧ ઉ. અધ્યયન ૧ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org