________________
પ્રકરણ ૨ : સંસાર
૧૭૧
છે. જીવના પરલોકગમનના એક અંતર્મુહૂર્ત પહેલાં, વેશ્યાની ઉપસ્થિતિ થવાને કારણે જ કૃષ્ણ અને શુકલ લશ્યાની ઉત્કૃષ્ટ-સ્થિતિ જીવની સામાન્ય ઉત્કૃષ્ટ આયુ કરતાં એક મુહૂર્ત અધિક (એક મુહૂર્ત અધિક ૩ સાગર) દર્શાવવામાં આવી છે. કઇ વેશ્યા કયા જીવમાં કેટલા સમય સુધી રહેશે તે બાબત જીવના આયુષ્ય ઉપર આધાર રાખે છે. તેથી ગ્રંથમાં ચારે ગતિઓના જીવની વેશ્યાઓની જે આયુ દર્શાવવામાં આવી છે તે જીવોના આયુષ્યને આધારે દર્શાવવામાં આવેલ છે. મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવોમાં છએ વેશ્યાઓ સંભવે છે. તેમાં પ્રથમ પાંચની નિકૃષ્ટ અને ઉત્કૃષ્ટ સ્થિતિ અત્તમુહૂર્તનો અડધો ભાગ છે. આ ઉપરાંત શુકલ લેશ્યાની નિકૃષ્ટ સ્થિતિ અર્ધમુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષથી ઓછી એક કરોડ પૂર્વની છે.
નારકી જીવોમાં પ્રથમ ત્રણ લેશ્યાઓ જ હોય છે. પ્રથમ ત્રણ નરકોમાં કાપોતલેશ્યા, ત્રીજાથી પાંચમામાં નીલલેશ્યા અને પાંચમાંથી સાતમા સુધીમાં કૃણાલેશ્યા જોવા મળે છે. સામાન્ય રીતે દેવોમાં શુભ લેશ્યાઓ જ હોય છે.
१ लेसाहिं सव्वाहिं पढमे समयम्मि परिणयाहिं तु । नहु कस्सइ उववत्ति परे भवे अस्थि जीवस्स ।। लेसाहिं सव्वाहिं चरिमे समयम्मि परिणयाहिं तु । न हु कस्सइ उववत्ति परे भवे अस्थि जीवस्स ॥ अंतमुहुत्तम्मि गए अंतमुहुत्तम्मि सेसए चेव । लेसाहिं परिणयाहिं जीवा गच्छंति परलोयं ।।
–૩. ૩૪. ૫૮-૬૦. ૨ ૩. ૩૪. ૩૪, ૩૯. ૩ ૩. ૩૪. ૪૫, ૪૬. શુક્લ વેશ્યાની ઉત્કૃષ્ટ-સ્થિતિમાં જે નવ વર્ષ ઘટાડવામાં આવ્યા છે તેનું કારણ એ છે કે, દીક્ષા અંગીકાર કરીને સાધુ જ્યારે ઓછામાં ઓછું એક વર્ષ પૂરું કરે છે ત્યારે આ વેશ્યાની પ્રાપ્તિ સંભવે છે. આ ઉપરાંત, સાધુ બનવા માટે ઓછામાં ઓછી આઠ વર્ષની ઉમર હોવી જરૂરી છે.
-ઉ. આ. ટી. પૃ. ૧૫૯૦ ૪ ઉ. ૩૪. ૪૦-૪૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org