________________
૧૭૦ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ગુણરૂપ પરિણામોના તરતમભાવને આધારે ગ્રંથમાં, ત્રણ, નવ, સત્યાવીશ, એકાશી અને બસો તેંતાલીશ અંશોની કલ્પના કરવામાં આવી છે. ગ્રંથમાં આ અંશ-કલ્પનાનું કથન પરિણામદ્વાર દ્વારા કરવામાં આવેલ છે અને તેના પ્રકારોને “સ્થાન” કહેવામાં આવેલ છે. આ વેશ્યાઓનાં “સ્થાન” કેટલા ? આ બાબતમાં કહેવામાં આવ્યું છે કે-અસંખ્યાત અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળનો જેટલો સમય (ક્ષણ) હોય છે તથા અસંખ્યાત લોકોના જેટલા પ્રદેશ હોય છે તેટલાં જ સ્થાન લેશ્યાઓનાં હોય છે.
મૃત્યુ પછી જ્યારે જીવ પરલોકમાં ગમન કરે છે ત્યારે તે કોઈ ને કોઈ લેશ્યા સાથે સંયુક્ત થઇને જ ગમન કરે છે. અહીં એટલી વિશેષતા છે કે, જ્યારે કોઈ નવીન વેશ્યા જીવ સાથે સંબદ્ધ થાય છે ત્યારે તેના પ્રથમ સમયમાં અને જ્યારે કોઈ લેશ્યા કોઈ જીવથી પૃથક થાય છે ત્યારે તેના અંતિમ સમયમાં જીવનું પરલોકગમન થતું નથી, પરંતુ, આગંતુક વેશ્યાનું અંતર્મુહૂર્ત વીતી જાય અને પૃથક્ થનારી લેશ્યાનું અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે જ જીવનું પરલોકગમન થાય
૧ ઉ. ૩૪. ૨૦.
“પ્રજ્ઞાપના સૂત્ર” ૧૭-૪-રર૯માં પણ આ રીતે પરિણામકારનું વર્ણન છે. ૨ સંસારમાં સમયસંબંધી અનુક્રમે બે પ્રકારનું ચક્ર ચાલી રહેલું છે. અવસર્પિણી કાળ
અને ઉત્સર્પિણીકાળ. જે કાળે જીવોનાં આયુષ્ય, આકાર, સુખ-સમૃદ્ધિ વગેરેનો ઉત્તરોત્તર હ્રાસ થતો જાય તેને અવસર્પિણી કાળ કહેવામાં આવે છે, તથા જે કાળે જીવોના આયુષ્ય વગેરેની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય તેને ઉત્સર્પિણી કાળ કહેવામાં આવે છે. આયુષ્ય વગેરેના હ્રાસ અને વિકાસને આધારે પ્રત્યેકના છ છ ભાગોમાં (આરાઓમાં) વિભાગ પાડવામાં આવ્યા છે. અવસર્પિણી અને ઉત્સર્પિણી બંને કાળ-ચક્રોનો સમય સરખે સરખો (દશ દશ કોટાકોટિ સાગારોપમ) માનવામાં આવેલો છે. આ અવસર્પિણી તથા ઉત્સર્પિણી કાળ સંબંધી ક્રમ નિરંતર ચાલી રહ્યો છે.
-ઉ. આ. ટી., પૃ. ૧૫૭-૧૫૭૮. ૩ ઉ. ૩૪. ૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org