________________
૧૪૮ ઉત્તરાધ્યયન-સૂત્ર: એક પરિશીલન બે વિશિષ્ટ પદાર્થોના સંબંધ-વિશેષનો બોધ થાય છે. આમ કર્મબન્ધ'નો સામાન્ય અર્થ થાય : “જીવ દ્વારા કરવામાં આવેલ મન-વચન-કાયાની પ્રવૃત્તિ સાથે કર્મ-પરમાણુઓ (કાર્મહાવર્ગલા-રૂપી અચેતન પુદ્ગલ દ્રવ્યવિશેષ)નો દૂધ અને પાણીની જેમ જીવના આત્મ-પ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહી (સંબંધ) થવો.” જો કે આ રીતે જીવની પ્રત્યેક ક્રિયાનું નિમિત્ત પ્રાપ્ત કરીને, કર્મપરમાણુઓનો આત્મા સાથે બંધ થઈ શકે છે પરંતુ પ્રસ્તુત ગ્રંથમાં પ્રત્યેક ક્રિયાના નિમિત્તને કારણે કર્મબંધ થાય એમ સ્વીકારવામાં આવેલું નથી પરંતુ, સંસાર-પરિભ્રમણામાં કારણભૂત રાગ-દ્વેષના નિમિત્તે થનારી મન-વચન-કાયાની ક્રિયા જ જીવની સાથે કર્મપરમાણુઓનો બંધ કરાવે છે. જે ક્રિયાઓની રાગ-દ્વેષની નિમિત્ત કારણતા નથી તે પણ જો કે કર્મ તો છે પણ તે જીવની સાથે બંધને પ્રાપ્ત થતી નથી. આ વિષયને સ્પષ્ટ કરવા માટે ગ્રંથમાં એક દૃષ્ટાંત આપવામાં આવ્યું છે.
કોઈ દિવાલ ઉપર એક સાથે માટીના ભીના અને સૂકા બે ઢેફા ફેંકવામાં આવે ત્યારે બંને ઢેફા તે દિવાલ સુધી પહોંચે તો જરૂર છે પણ તે બેમાંથી જે ભીનું ઢેફુ છે તે દિવાલને ચોંટી જાય છે અને જે સુકું ઢેકું છે તે દિવાલને ચોંટતું નથી. તે રીતે, જે જીવ કામ-ભોગોની લાલસા (રાગ-દ્વેષની ભાવના)થી મુક્ત છે તેની પાસે કર્મપરમાણુઓનો બંધ થઈ જાય છે અને જે વીતરાગી છે તેની સાથે કર્મપરમાણુનો બંધ થતો નથી. માટે જેઓ ભોગોની લાલસાવાળા છે તેઓ કર્મબંધને કારણે સંસારમાં પરિભ્રમણ કરે છે અને જેઓ ભોગોની લાલસાથી રહિત છે તેઓ કર્મબંધથી મુક્ત થઈ જાય છે. માટે ગ્રંથમાં કર્મબંધ દ્વારા એ
१ उवलेवो होइ भोगेसु अभोगी नोवलिप्पई ।
भोगी भमई संसारे अभोगी विप्पमुच्चई ।। उलो सुक्खो य दो छूटा गोलया मट्टियामया । दोवि आवडिया कुड्डे जो उलो सो स्थ लग्गई ।। एवं लग्गन्ति दुम्मेहा जे नरा कामलालसा । विरत्ता उ न लग्गन्ति जहा से सुक्कगोलए ।
–૩. ૨૫. ૪૧-૪૩. વિશેષ - જો આ દૃષ્ટાંતમાં ભીનાશ અને સૂકાપણું માટીના ઢેફાને બદલે દિવાલમાં દર્શાવેલ હોત તો વધારે ઉચિત ગણાત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org