________________
પ્રકરણ ૨ : સંસાર
૧૪૯
કર્મોને લક્ષમાં લેવામાં આવ્યા છે કે જે જીવના રાગાદિ ભાવોનું નિમિત્ત મેળવી તેની સાથે સંબંધ પામે છે અને જીવને સંસારમાં પરિભ્રમણા કરાવે છે.
આ રીતે આપણી પ્રત્યેક માનસિક, વાચિક અને કાયિક ક્રિયા (જેને જૈનદર્શનમાં યોગ' શબ્દ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવે છે) થી કર્મપરમાણુઓ જીવ પ્રત્યે આકૃષ્ટ થાય છે. જો એ સમયે આત્મામાં રાગાદિભાવ હોય તો કર્મપરમાણુ આત્મા સાથે ચોંટી જાય છે. જો એ સમયે આત્મામાં રાગાદિભાવ ન હોય તો કર્મપરમાણુ આત્માની પાસે આવીને પણ અલગ થઈ જાય છે. આમ જીવની પ્રત્યેક ક્રિયાથી સંચલિત થયા બાદ કર્મપરમાણુઓની નીચે મુજબ ત્રણ અવસ્થાઓ થાય છે :
૧ જે કર્મપરમાણુ જીવના રાગાદિ ભાવોનું નિમિત્ત મેળવી આત્મા સાથે બંધાય છે અને તેને સંસારમાં પરિભ્રમણ કરાવે છે તેને “સક્રિય-બદ્ધ-કર્મ” કહી શકાય.
૨ જે કર્મ-પરમાણુ જીવના રાગાદિ ભાવોથી રહિત માત્ર મન-વચનકાયાના પ્રવૃત્તિરૂપ નિમિત્તથી આત્માની પાસે આવીને તેની સાથે બંધાતા નથી અને પોતાનો કોઈ પ્રભાવ પણ પાડતાં નથી તેને “નિષ્ક્રિય-અબદ્ધ-કર્મ” કહી શકાય.
૩ જે કર્મપરમાણુ જીવના રાગાદિ ભાવોથી રહિત મન-વચન-કાયાની સત્યપ્રવૃત્તિ (સદાચાર)ના નિમિત્તે આત્માની પાસે આવી પૂર્વબદ્ધ કર્મોનો ક્ષય
१ अट्ठ कम्माई वोच्छामि आणुपुव् िजहाकर्म ।
जेहिं बद्धो अयं जीवो संसारे परिवठ्ठई ॥
–૩, ૩૩. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org