________________
૧૫૦ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન કરે છે તેને ગ્રંથમાં દુર્ગતિમાં ન લઈ જનાર કર્મ ગણવામાં આવ્યાં છે. અને તેને “સક્રિય અબદ્ધ-કર્મ” કહી શકાય.
આ ત્રણ પ્રકારની કર્મની અવસ્થાઓમાંથી ત્રીજી અવસ્થાવાળા કર્મો વિશે આગળ ઉપર વિચાર કરવામાં આવશે. બીજી અવસ્થાવાળા કર્મોનો પ્રસ્તુત એવો કોઈ ઉપયોગ નથી તેથી પ્રથમ અવસ્થાવાળા કર્મોનો જ વિચાર માત્ર અહીં પ્રસ્તુત છે. પહેલાં જે કર્મોની પરિભાષા આપવામાં આવી છે તે પણ પ્રથમ પ્રકારનાં કર્મોની અવસ્થાને જ દષ્ટિમાં રાખીને આપવામાં આવી છે કારણ કે ગ્રંથમાં કર્મબંધ સંબંધી જે વર્ણન મળે છે તે આ અવસ્થાવાળા કર્મો સાથે સંબંધિત છે. તેથી ગ્રંથમાં કર્મને કર્મગ્રન્થિ, કર્મકંચુક, કર્મગુર૪૧, કર્મગુરુ', કર્મવન વગેરે શબ્દોથી વ્યક્ત કરેલ છે.
વિષમતાનું કારણ-કર્મબંધ: જીવે કરેલા કર્મોના પ્રભાવથી ઈષ્ટનો સંયોગ, અનિષ્ટનો વિયોગ, દુઃખ કે સુખની અનુભૂતિ, સ્વર્ગ કે નરકની પ્રાપ્તિ, જ્ઞાન કે અજ્ઞાનનું આધિપત્ય વગેરે થાય છે. જોત જોતામાં રાજા રંક બની જાય છે અને રંક રાજા બની જાય છે. એક માણસ દિનભર કઠોર પરિશ્રમ કરવા છતાં કંઈ મેળવતો નથી અને બીજો ઘરે બેઠાં બેઠાં અપાર સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. આ માટેનું શું કારણ છે ? એનું કારણ છે આપણા દ્વારા કરવામાં આવેલ (પૂર્વબદ્ધ) કર્મ કે જે આત્મા સાથે १ किं नाम होज्जतं कम्मयं जेणाहं दुग्गइं न गच्छेज्जा ।
–૩. ૮. ૧. २ अट्ठविहकम्मगंठि निज्जरेइ ।
–૩. ર૯. ૩૧. अट्ठविहस्स कम्मस्स कम्मगंठिविमोयणाए
–૩. ર૯. ૭૧. 3 तवनारायजुत्तेण भेतूण कम्मकंचुयं ।
–૩. ૯. રર. ४ तवस्सी वीरियं लद्धं संवुडे निडुणे रयं ।
–૩. ૩. ૧૧. વિદુકદિ પુજે ઉં...
-૩. ૧૦. ૧. ५ तओ कम्मगुरू जन्तू ।
૩. ૭. ૯. ६ कामभोगे परिच्चज्ज पहाणे कम्ममहावणं ।
–૩. ૧૮. ૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org