________________
પ્રકરણ ૨ : સંસાર
સંસાર-દુઃખ.
કાર્યશ્રૃંખલા દર્શાવવામાં આવી છે તે નીચે પ્રમાણે છે : અજ્ઞાન-લોભ-તૃષ્ણા-મોહ-રાગ-દ્વેષ-કર્મબંધન-જન્મમરણરૂપ અજ્ઞાનથી લોભ, લોભથી તૃષ્ણા, તૃષ્ણાથી મોહ, મોહથી રાગદ્વેષ, રાગદ્વેષથી શુભાશુભ કર્મબંધન, શુભાશુભ કર્મબંધનથી જન્મમરણરૂપ સંસાર, જન્મ-મરણારૂપ સંસારથી દુ:ખ. આ રીતે આ કારણ કાર્યશૃંખલાના મૂળમાં અજ્ઞાન છે, તેને લીધે જીવ હિત કે અહિતનો વિવેક કરી શકતો નથી અને રાગાદિના વશમાં આવીને સંસારના વિષય-ભોગોમાં રચ્યોપચ્યો રહે છે. આ અજ્ઞાન દૂર થતાં, સંસારના વિષયો ઉપરની આસક્તિ નાશ પામે છે અને દુઃખોનો પણ અંત આવે છે. આ માત્ર પુસ્તકિયુ જ્ઞાન નથી પણ આ કારણકાર્યશૃંખલારૂપ સત્યજ્ઞાનનો આત્મસાક્ષાત્કાર આવશ્યક છે. જ્યાં સુધી આ સત્યનું વાસ્તવિક જ્ઞાન નથી થતું ત્યાં સુધી સંસારના વિષયોમાંથી રાગબુદ્ધિ દૂર થઈ શકતી નથી. તેથી બ્રહ્મદત્ત ચક્રવર્તી સંસારની અસારતાને જાણીને પણ સંસારના વિષયોમાંથી વિરકત થતો નથી. આ રીતે, અજ્ઞાન જ મૂળ કારણ છે અને તેનાથી મોહાદિરૂપ અન્ય કારણોની ઉત્પત્તિ થાય છે અને પછી દુ:ખોથી પૂર્ણ સંસારમાં પરિભ્રમણ થાય છે.
કર્મ-બન્ધ
જન્મ-મરણરૂપ સંસારના પરિભ્રમણમાં કર્મબંધનું વિશેષ મહત્ત્વ રહેલું છે કારણ કે જ્યાં સુધી જીવની સાથે કર્મનું બંધન રહે છે ત્યાં સુધી તે સંસારમાં પરિભ્રમણ કરે છે અને જ્યારે તે કર્મના બંધનમાંથી છૂટકારો મેળવે છે ત્યારે ચતુર્ગતિરૂપ સંસાર-પરિભ્રમણમાંથી પણ મુક્ત થઈ જાય છે. માટે, જીવને થતાં કર્મબંધ વિશે વિચાર કરવો જરૂરી છે.
કર્મબન્ધ' શબ્દનો અર્થ :
૧૪૭
કર્મબન્ધ' શબ્દમાં બે શબ્દો છે ઃ કર્મ અને બંધન. ‘કર્મ' શબ્દ દ્વારા સાધારણ રીતે ક્રિયા, પ્રવૃત્તિ કે કાર્યનો બોધ થાય છે તથા ‘બંધન’ શબ્દ દ્વારા
૧ ઉ. ૧૩. ૨૭-૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org