________________
જૈન આગમોમાં “ઉત્તરાધ્યયન-સૂત્ર'
તેનો સંકેત આ અધ્યયનની બે ગાથાઓમાં જોઈ શકાય છે. મહાનિર્ચથીનો અર્થ થાય સર્વવિરત સાધુ. એ રીતે ક્ષુલ્લક નિર્ચન્થીય અધ્યયનનું જ વિશેષ રૂપે વર્ણન કરેલ હોવાથી આનું નામ “મહાનિર્ચન્થીય' રાખવામાં આવ્યું છે.
ર૧ સમુદ્રપાલીય : આમાં ૨૪ ગાથાઓ છે. તેમાં વણિકપુત્ર સમુદ્રપાળની વાર્તા સાથે પ્રસંગોપાત સાધુના આચારોનું પણ વન છે.
રર રથનેમીય ? આની ૫૧ ગાથાઓમાં યદુવંશી અરિષ્ટનેમી, કૃષ્ણા, રાજીમતી, રથનેમિ વગેરેના ચરિત્ર-ચિત્રણા છે. આ અધ્યયન અનેક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. રથનેમિ સંયમય્યત થાય છે ત્યારે રામતીના ઉપદેશથી સંયમ દઢ બને છે. એવી ઘટના મુખ્ય હોવાથી તેનું નામ “રથનેમિય' રાખવામાં આવ્યું છે. બીજી રીતે, રામતી અને અરિષ્ટનેમિની પ્રભાવોભાદક-ઘટનાને આધારે પણ આ અધ્યયનનું નામ આપી શકાયું હોત. દેશવૈકાલિકનું દ્રુમપુષ્યિત’ અધ્યયન આની સાથે સામ્ય ધરાવે છે.
૨૩ કેશિગોતમીય : આમાં ભગવાન પાર્શ્વનાથના શિષ્ય કેશી અને ભગવાન મહાવીરના શિષ્ય ગૌતમ વચ્ચે એક જ ધર્મમાં સચેલ-અચલ, ચાર મહાવ્રત અને પાંચ મહાવ્રત રૂપ પરસ્પર વિપરીત દ્વિવિધ ધર્મવિષયભેદને અનુલક્ષીને એક સંવાદ થાય છે. તેમાં, ધર્મમાં સમયાનુકૂળ પરિવર્તન જરૂરી સમજીને સમન્વય કરવામાં આવેલ છે. આ અધ્યયન અનેક દષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. એ વર્તમાનમાં પ્રચલિત ધર્મવિષયક મતભેદોના સમન્વયની પ્રેરણા આપે છે. આમાં જૈન ધર્મના શ્વેતામ્બર અને દિગમ્બર એવા બે સંપ્રદાયોના ભેદનો સ્ત્રોત પણ સ્પષ્ટ રીતે પરિલક્ષિત થાય છે. તેમાં ૮૯ ગાથાઓ છે.
૨૪ સમિતીય : નેમિચન્દ્રની વૃત્તિમાં તેનું નામ “પ્રવચનમાતા' એવું મળે છે. કારણ કે તેમાં પ્રવચનમાતાઓ (ગુપ્તિ અને સમિતિ)નું વર્ણન આપવામાં આવ્યું છે. પ્રવચનમાતાના અર્થમાં “સમિતિ શબ્દનો પણ પ્રયોગ થવાથી “સમિતીય
१ अट्ठपवयणमायाओ समिई गुत्ती तहेव य ।
૩. ૨૪. ૧.
एयाओ अट्ठ समिईओ समायेण वियाहिया ।
-૩. ૨૪. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org