________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
નામ પણ યોગ્ય છે`. આની ગાથાઓની સંખ્યા ૨૭ની છે.
૨૫ યજ્ઞીય : આમાં ૪૫ ગાથાઓ છે. જયઘોષ નામના મુનિ યજ્ઞમંડપમાં બ્રાહ્મણો સાથે થનારા સંવાદમાં સાચા બ્રાહ્માનું સ્વરૂપ, યજ્ઞની આધ્યાત્મિક વ્યાખ્યા અને કર્મ થકી જાતિવાદની સ્થાપના કરતી વખતે સાધુના આચારનું વર્ણન કરે છે. તેની ૧૯ થી ૨૯ ગાથાઓમાં અંતે તે વયં બ્રૂમ માળ' પદ પુનરાવૃત્તિ પામે છે. ‘સમિક્ષુ’ અને પાપ-પ્રમળીય' અધ્યયનની જેમ આનું નામ ‘સત્રાત્તળ’ રાખી શકાયું હોત પરંતુ બ્રાહ્મણોના મુખ્યકર્મ યજ્ઞને દૃષ્ટિમાં રાખી યજ્ઞવિષયક આધ્યાત્મિક વ્યાખ્યા અહીં આપેલ હોવાથી તેનું નામ ‘યજ્ઞીય’ રાખવામાં આવ્યું છે. જો કે “યજ્ઞીય’ અધ્યયનમાં પણ યજ્ઞવિષયક ઘટના વર્ણિત છે પરંતુ, ત્યાં હરિકેશીને જ પ્રાધાન્ય આપવામાં આવેલ હોવાથી ‘રિòગીય’ નામ રાખવામાં આવ્યું છે.
૨૨
૨૬ સામાચારી : આમાં ૫૩ ગાથાઓ છે. સાધુની સામાન્ય દિન અને રાતની સમ્યક્ ચર્યાનું વર્ણન હોવાથી તેનું નામ સામાચારી રાખવામાં આવેલ છે.
૨૭ ખલુંકીય : આનો અર્થ છે ઃ દુષ્ટ બળદ. આમાં દુષ્ટ બળદના દૃષ્ટાંત દ્વારા અવિનીત શિષ્યોની ક્રિયાઓનું વર્ણન કરવામાં આવ્યું છે તેથી તેનું આવું નામ રાખવામાં આવેલ છે. અવિનીત શિષ્યોનો સંપર્ક થતાં સાધુએ શું કરવું તે પણ અહીં નિર્દેશાયું છે. ગાથાઓની સંખ્યા ૧૭ની છે.
૨૮ મોક્ષમાર્ગગતિ : આમાં ૩૬ ગાથાઓ છે. મોક્ષમાર્ગ-(રત્નત્રય)નું વર્ણન હોવાથી તેનું નામ ‘મોક્ષમાર્ગગતિ’ રાખવામાં આવેલ છે.
૨૯ સમ્યકત્વ-પરાક્રમ : આમાં જ્ઞાન, શ્રદ્ધા (દર્શન), અને સદાચારના વિભિન્ન અંશોને આધારે ૭૩ પ્રશ્નોત્તરોમાં આધ્યાત્મિક વિકાસનું વર્ણન ક૨વામાં આવેલ છે. આ આખું અધ્યયન ગદ્યમાં છે. બીજા અને સોળમા અધ્યયનની જેમ ‘સુર્ય મે આતં તેન માવયા' આદિ ગદ્યાંશ અધ્યયનની શરૂઆતમાં પુનરાવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org