________________
જૈન આગમોમાં ‘ઉત્તરાધ્યયન-સૂત્ર'
પામેલ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય સમ્યકત્વ રૂપ હોવાથી તેનું નામ ‘સમ્યકત્વપરાક્રમ' રાખવામાં આવેલ છે. ‘સમવાયાંગ'માં તેનું નામ ‘અપ્રમાદ’ છે. પરંતુ, પ્રકૃતગ્રંથમાં આ અધ્યયનનું નામ સ્પષ્ટ રૂપે સમ્યકત્વ-પરાક્રમ જ મળે છે`. એથી પ્રતીત થાય છે કે સંભવત: આ અધ્યયન લુપ્ત થઈ ગયું હોય અને પછીથી ગદ્ય-ખંડમાં લખવામાં આવ્યું હોય. આમાં વર્ણિત ૭૩ પ્રશ્નોત્તરોનું વર્ણન ઓછાવત્તા અંશે ‘ભગવતી સૂત્ર’ (વ્યાખ્યાપ્રજ્ઞત્તિ)માં પણ મળે છે.
૩૦ તપોમાર્ગ : આમાં તપશ્ચર્યાનું વર્ણન હોવાથી તેનું નામ તપોમાર્ગ છે. તેમાં ૩૭ ગાથાઓ છે.
૩૧ ચરણવિધિ : આમાં ૧ થી ૩૩ની સંખ્યાને માધ્યમ બનાવીને ક્રમશઃ સાધુના ચારિત્ર્ય અને જ્ઞાન સંબંધી કેટલાક સિદ્ધાંતોનું વર્ણન છે. પ્રથમ ગાથામાં ચારિત્ર્યની વિધિનું વર્ણન હોવાથી તેનું નામ ‘ચરાવિધિ’ રાખવામાં આવ્યું છે. ‘સમવાયાંગ’ અને ‘સ્થાનાંગસૂત્ર’માં પણ આ રીતે સંખ્યા-ગણના દ્વારા જેન સિદ્ધાંતોનું વર્ણન જોવા મળે છે. ‘ઉત્તરાધ્યયન'માં સિદ્ધાંતોનો સંકેત છે, જ્યારે ‘સમવાયાંગ’ વગેરેમાં વિસ્તૃત વર્ણન છે. આની ૨૧ ગાથાઓમાંથી ૭-૨૦ના અંતિમ બે ચરણો ૧૪ ગાથાઓમાં પુનરુક્તિ પામ્યા છે. ત્રીજાથી છઠ્ઠા પદ્યમાં ત્રીજા ચરણની માત્ર ક્રિયામાં પરિવર્તન છે. બાકીના અંતિમ બે ચરણો પૂર્વવત પુન્નુરક્તિ પામ્યાં છે.
૩૨ પ્રમાદસ્થાનીય : ઈન્દ્રિયોની રાગ-દ્વેષમયી પ્રવૃત્તને પ્રમાદસ્થાનીય ગણીને આ અધ્યયનનું નામ ‘પ્રમાદસ્થાનીય’ રાખવામાં આવ્યું છે. આમાં ૧૧૧ ગાથાઓ છે. તેની ર૧મી ગાથામાં વર્ણિત વિષય”નો જ પછીની ગાથાઓમાં વિસ્તાર
१. इह खलु सम्मत्तपरक्कमे नाम अज्झयणे समणेण भगवया महावीरेण कासवेणं पवेइए जं सम्मं...।
૨ સે. બુ. ઈ. ભાગ-૪૫ પૃષ્ઠ ૮ 3 जे इन्द्रियाणं विसया मणुन्ना न तेसु भावं निसिरे कयाई । न यामणुत्रेसु मणं पि कुज्जा समाहिकामे समणे तपस्सी ||
Jain Education International
૨૩
ઉ. ૨૯નો પ્રારંભિક તથા ૭૪મો ગદ્યાંશ
For Private & Personal Use Only
–૩. ૩૨. ૨૧.
www.jainelibrary.org