________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
કરવામાં આવ્યો છે. તેમાં મનોજ્ઞામનોશ વિષયો તરફ પ્રવૃત્ત થયેલ ઈન્દ્રિયોની વૃત્તિને રોકવાનો મુખ્ય રૂપે ઉપદેશ આપવામાં આવ્યો છે.
૩૩ કર્મપ્રવૃત્તિ : આમાં ૨૫ ગાથાઓ છે. કર્મોની વિભિન્ન અવસ્થાઓ (પ્રકૃત્તિઓ)નું વર્ણન હોવાથી એનું નામ આ મુજબ રાખવામાં આવ્યું છે.
૩૪ લેશ્યા : આમાં ૬૧ ગાથાઓ છે. કર્મોની સ્થિતિમાં વિશેષ કરીને સહાયક લેશ્યાઓનું વર્ણન આપવામાં આવેલું હોવાથી તેનું નામ ‘લેશ્યા-અધ્યયન' રાખવામાં આવ્યું છે.
૩૫ અનગાર : અનગારનો અર્થ થાય : ગૃહત્યાગી સાધુ. આની ૨૧ ગાથાઓમાં સાધુના ગુણોનું વર્ણન છે. તેથી આ પ્રમાણેનું નામ રાખવામાં આવેલ છે.
૨૪
૩૬ જીવાજીવ વિભક્તિ : આવું નામ રાખવાનું કારણ એ છે કે આમાં ચેતન (જીવ) અને અચેતન (અજીવ)નું વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. આમાં ૨૬૯ ગાથાઓ છે અને આ સહુથી મોટું અધ્યયન છે. અધ્યયનના અંતમાં સમાધિમરણ (સંલેખના)નું પણ વર્ણન છે. આની અંતિમ ગાથામાં ‘ઉત્તરાધ્યયન’ને ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ કહેવામાં આવેલ છે. ગ્રંથના અધ્યયનોની ૩૬ની સંખ્યાનો સંકેત કરવામાં આવ્યો છે.
આમ, આ અધ્યયનોમાં મુખ્ય રૂપે સંસારની અસારતા તથા સાધુના આચારનું વર્ણન આપવામાં આવેલ છે. જો કે ઉત્તરાધ્યયનની ગણના ‘ધર્માકથાનુયોગ’માં કરવામાં આવી છે પરંતુ આમાં આચારનું પ્રતિપાદન હોવાથી ‘ચરણાનુયોગ’નું અને દાર્શનિક સિદ્ધાંતોનું વર્ણન હોવાથી દ્રવ્યામાનુયોગનું પણ મિશ્રણ થઈ ગયું છે. ‘ઉત્તરાધ્યયન’ના આ ૩૬ અધ્યયનોમાં કેટલાંક અધ્યયન શુદ્ધ દાર્શનિક સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે. કેટલાક ‘ધમ્મપદ’ની જેમ ઉપદેશાત્મક છે, કેટલાંક સાધુના આચાર અને નીતિનો ખ્યાલ આપે છે તો કેટલાંક કથા અને
१. अत्र धम्माणुयोगेनाधिकारः ।
Jain Education International
For Private & Personal Use Only
-ઉ. ચૂર્ણિ પૃષ્ઠ ૧.
www.jainelibrary.org