________________
જૈન આગમોમાં ઉત્તરાધ્યયન-સૂત્ર'
૨૫
સંવાદ દ્વારા સાધુના આચારનું જ પ્રતિપાદન કરે છે. મુખ્યરૂપે વિભાજન નીચે મુજબ થઈ શકે.
(અ) શુદ્ધ દાર્શનિક સિદ્ધાંતોનાં પ્રતિપાદક અધ્યયન : ૨૪મું સમિતીય, ર૬મું સામાચારી, ૨૮મું મોક્ષમાર્ગગતિ, ૨૯મું સમ્યકત્વ-પરાક્રમ, ૩૦મું તપોમાર્ગ, ૩૧મું ચરણાવિધિ, ૩૩મું કર્મપ્રકૃતિ, ૩૪મું વેશ્યા અને ૩૬મું જીવાજીવવિભક્તિ. આ ઉપરાંત બીજા અને ૧૬માનો ગદ્ય ભાગ.
(બ) નીતિ તથા ઉપદેશપ્રધાન અધ્યયન : પ્રથમ વિનય, બીજું પરીષહ, ૩જું ચતુરંગીય, ૪થું અસંસ્કૃત, પમું અકામમરા, ૬ઠું ક્ષુલ્લક નિર્ચન્થીય, ૭મું એલય, ૮ કાપલીય, ૧૦મું દૃમ પત્રક, ૧૧મું બહુશ્રુતપૂજા, ૧૫મું સભિક્ષુ, ૧૬મું બ્રહ્મચર્ય-સમાધિસ્થાન (પદ્યભાગ), ૧૭મું પાપ શ્રમણીય, ૨૭મું ખલુંકીય, ૩રમું પ્રમાદ સ્થાનીય અને ૩૫મું અનગાર.
(સ) આખ્યાનાત્મક અધ્યયન : ૯મું નમિપ્રવજ્યા, વરમું હરિકેશીય, ૧૩મું ચિત્તસંભૂતીય, ૧૪મું ઈષકારીય, ૧૮મું સંજય (સંયતીય), ૧૯મું મૃગાપુત્રીય, ૨૦મું મહાનિર્ચન્થીય, ર૧મું સમુદ્ર પાલીય, રમું રથનેમીય, ર૩મું કેશિગૌતમીય અને ૨૫મું યજ્ઞય.
આ રીતે ઉપર જે અધ્યયનોનું વિભાજન કરવામાં આવ્યું છે તે પ્રધાનતાની દૃષ્ટિએ છે'. અન્યથા આવું વિભાજન સંભવી શકે નહિ કારણ કે મોટે ભાગે બધાં અધ્યયનોમાં સૈદ્ધાત્ત્વિક ચર્ચા વગેરેનું મિશ્રણા છે. ઉપર્યુક્ત જે અધ્યયનોની ગાથા-સંખ્યા આપવામાં આવી છે તે માટે આત્મારામજીના સંસ્કરણનો આધાર લેવામાં આવ્યો છે. ત્યાં ક્યાંક બે કે ત્રાની સંખ્યાનો તફાવત પડે છે પરંતુ, કોઈ ખાસ મહત્ત્વપૂર્ણ તફાવત પડતો નથી. આ અધ્યયનોમાં પરસ્પર જો કે ૧ ડૉ. નેમિચંદ્ર પોતાના પ્રાકૃત ભાષા અને સાહિત્યના આલોચનાત્મક ઈતિહાસ
(પૃ. ૧૯૩)માં “યજ્ઞીય અધ્યયનને આ વિભાગમાં મૂક્યું નથી પણ કપિલીયને મૂક્યું છે. “ઉત્તરાધ્યયન'ની ટીકાઓમાં કપિલ-ષિની કથા મળે છે અને તેની પુષ્ટિ ઉત્તરાધ્યયનનાં કેટલાક પદ્યોથી થાય છે. આ અધ્યયનમાં આખ્યાનનું એટલું પ્રાધાન્ય નથી જેટલું ઉપદેશનું છે. કારણ કે આ અધ્યયનમાં દુર્ગતિમાં ન લઈ જનાર કર્મના વિષયમાં કોઈ પ્રશ્ન પૂછે છે ત્યારે કપિલ ઋષિ તેનો જવાબ આપે છે એવું અંતિમ ગાથામાંથી ફલિત થાય છે. એવો સંભવ છે કે
અનુસંધાન સામેના પાના પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org