________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
કોઈ સંબંધ પ્રતીત થતો નથી. પરંતુ કેટલાક ટીકાકારોએ તેઓમાં સંબંધ સ્થાપવાની કોશિષ કરી છે ખરી.
રચયિતા અને રચનાકાળ :
‘ઉત્તરાધ્યયન’ કોઈ એક વ્યક્તિ દ્વારા કોઈ એક સમયે લખાયેલી રચના નથી પરંતુ, એ એક સંકલન-ગ્રંથ છે. શુદ્ધ સૈદ્ધાન્તિક વિષયોનું પ્રતિપાદન કરનારા અધ્યયન તથા ગદ્ય ભાગ સમયની દૃષ્ટિએ પછીનાં લાગે છે. બાકીનો ભાગ સરખામણીમાં અધિક પ્રાચીન લાગે છે. તેમાં પણ સમયે સમયે સંશોધન
૨૬
અનુસંધાન પાદટિપ પાછળના પાનાની ચાલુ
એમણે જે ઉપદેશ આપ્યો છે તે એમના જીવન સાથે સંબંધિત હોય, અને ટીકાકારોએ તેને અપનાવી લીધો હોય, અથવા એમ પણ બને કે તેનું પૂર્વ રૂપ બીજું જ હોય. શાર્પેન્ટીયરે પણ પોતાના પુસ્તક ‘ઉત્તરાધ્યયનની ભૂમિકા’ પૃષ્ઠ ૪૪માં ઉપર જણાવેલ તથ્યને સ્વીકાર્યું છે. સમ્યકત્વ-પરાક્રમમાં જો કે પ્રશ્નોત્તર શૈલી છે પરંતુ એ શુદ્ધ સૈદ્ધાન્તિક અને વર્ણનાત્મક છે. એલય-અધ્યયનમાં બકરાના દૃષ્ટાન્તની પ્રમુખતા છે તેથી તેને આખ્યાનાત્મક કહી શકાય. પણ, વાસ્તવમાં ત્યાં પ્રધાનતા નીતિ અને ઉપદેશની જ છે. જ્યાં સુધી યજ્ઞીય અધ્યયનને લાગે વળગે છે ત્યાં સુધી તેમાં સ્પષ્ટ રીતે બે બ્રાહ્મણોનો સંવાદ છે તેથી તેને આખ્યાનાત્મક વિભાગમાં રાખવું જ ઉચિત છે. આચાર્ય તુલસી (ઉત્તરાયળાળિ ભાગ-૧ ભૂમિકા પૃષ્ઠ ૧) એ અધ્યયનોના વિભાજનને આ પ્રમાણે વ્યક્ત કર્યું છે.
૧ ધર્મકથાત્મક ૧૪ અધ્યયન : ૭ થી ૯, ૧૨ થી ૧૪, ૧૮ થી ૨૩, ૨૫, ૨૭ ૨ ઉપદેશાત્મક ૬ અધ્યયન : ૧, ૩ થી ૬, ૧૦
૩. આચારાત્મક ૯ અધ્યયન : ૨, ૧૧, ૧૫ થી ૧૭, ૨૪, ૨૬, ૩૨, ૩૫ ૪ સૈદ્ધાન્તિક ૭ અધ્યયન : ૨૮ થી ૩૧, ૩૩ થી ૩૪, ૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org