________________
જૈન આગમોમાં ઉત્તરાધ્યયન-સૂત્ર'
ર૭
અને પરિવર્તન થતાં રહ્યા છે. આગમોના સંકલન માટે શ્વેતાંબર-સંપ્રદાય અનુસાર થયેલ ત્રણા (વાચનાઓ) સંમેલનોમાંથી આ વાતની પુષ્ટિ મળે છે.
ભગવાન મહાવીરના નિર્વાણ (ઈ.પૂ. પર૭)થી લગભગ ૧૬૦ વર્ષ પછી ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં મગધમાં ભયંકર દુષ્કાળ પડ્યો તેથી અનેક સાધુઓ ભદ્રબાહુના નેતૃત્વમાં સમુદ્રતટ તરફ ચાલ્યા ગયા. જે ન જઈ શક્યા તેઓ સ્થૂળભદ્ર (સ્વર્ગમન વી. નિ. સં. ર૧૯)ની સાથે ત્યાં જ રહ્યા. દુકાળ પૂરો થતાં, સ્થૂળભદ્રના નેતૃત્વમાં પાટલિપુત્રમાં જૈન સાધુઓનું એક સંમેલન ભરાયું અને મૌખિક પરંપરાથી સચવાયેલા અંગ ગ્રંથોનું સંકલન કરવામાં આવ્યું. બારમું અંગ “દૃષ્ટિવાદ” માત્ર ભદ્રબાહુને જ યાદ હતું. તેથી તેનું સંકલન થઈ શક્યું નહિ અને ધીમે ધીમે તે લુપ્ત થઈ ગયું. તેના પછી (મહાવીર-નિર્વાણાના ૮૨૭ કે ૮૪૦ વર્ષ પછી, ઈ. સ. ૩૦૦-૩૧૩)ના સમયમાં આર્ય ઋન્ટિલના નેતૃત્વમાં બીજું સંમેલન મથુરામાં ભરાયું. આ સંમેલનમાં જેને જે યાદ હતું તેને સંકલિત કરવામાં આવ્યું લગભગ આ જ અરસામાં નાગાર્જુનસૂરિના નેતૃત્વમાં વલભી (સૌરાષ્ટ્ર)માં એક બીજું સંમેલન ભરાયું. તે પછી બંને નેતાઓ પરસ્પર મળી ન શક્યા તેથી પાઠભેદ રહી ગયો. મહાવીર નિર્વાણ પછી ૯૮૦-૯૯૩ વર્ષ બાદ વલભીમાં જ દેવર્ધિગણિ ક્ષમાશ્રમના નેતૃત્વમાં એક ત્રીજું સંમેલન થયું. તેને ચોથું પણ ગણી શકાય. આ સંમેલનમાં આગમોને સંકલિત કરી
૧ પ્રા. સા. ઈ. પૃ. ૩૬-૩૯
બૌદ્ધ સાહિત્યમાં પણ આ રીતની ત્રણ સંગીતિયોનો ઉલ્લેખ મળે છે. તેમાં ગ્રંથોને વ્યવસ્થિત કરવામાં આવેલા. અંતિમ બૌદ્ધ-સંગીતિ બુદ્ધપરિનિર્વાણ બાદ ર૩૬ વર્ષ અશોકના રાજ્યકાળમાં ભરાઈ હતી. જેનની અંતિમ વાચના ઘણી પછીથી (વિ.નિ. ૯૮૦-૯૩૩)માં થઈ. જેનોના સંમેલનની જેમ બૌદ્ધ-સંગીતિયોનું કારણ દુકાળ ન હતો.
જુઓ - બુદ્ધચર્યા પૃ. ૫૪૮-૫૮૦માંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org