________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન લિપિબદ્ધ કરવામાં આવ્યાં. વર્તમાનમાં ઉપલબ્ધ બધા આગમ-ગ્રંથ આ સંમેલનમાં લિપિબદ્ધ થઈ ગયાં.
આથી સ્પષ્ટ છે કે દુકાળ વગેરેને કારણે તથા મૌખિક પરંપરા ચાલી આવવાને કારણે સ્વાભાવિક છે કે વિસ્મૃતિને કારણે આગમોમાં સમયે સમયે પરિવર્તન અને સંશોધન કરવામાં આવ્યાં હોય તથા સંમેલનો ભરી તેને સુવ્યવસ્થિત કરવામાં આવ્યા હોય. આ રીતે ઈ. પૂ. પાંચમી સદીથી ઈ. સ. પાંચમી સદીના હજાર વર્ષના ગાળામાં તેમાં અનેક પરિવર્તન અને સંશોધન થતાં રહ્યાં અને પરિણામે જૈન આગમ-ગ્રંથ પોતાના સંપૂર્ણ મૂળ રૂપે સચવાઈ ન શક્યા. તેથી ઉત્તરાધ્યયન'માં એમ ન થયું હોય એમ સંભવે નહિ. દેવર્ધિગહિની અધ્યક્ષતામાં લિપિબદ્ધ “સમવાયાંગમાં ઉત્તરાધ્યયન’નાં અધ્યયનોનાં નામ જુદી રીતે આપવામાં આવેલ છે તેથી સ્પષ્ટ છે કે વર્તમાન “ઉત્તરાધ્યયનમાં દેવર્ધિગણિની વાચના બાદ પણ કેટલુંક સંશોધન અવશ્ય થયું છે. પાઠભેદ, વિષયનું પુનરાવર્તન વગેરે કેટલાંક સામાન્ય તત્ત્વો છે જેનાથી સંશોધન અને પુનરાવર્તનની સાબિતી મળે છે. આવાં પરિવર્તનો થયા છતાં પણ “ઉત્તરાધ્યયન'ની મૂળરૂપતા અધિક નષ્ટ થઈ નથી. હવે અહીં, કેટલાંક તથ્યોને આધારે તેના પ્રાચીન રૂપ અને અર્વાચીન રૂપનો વિચાર કરવામાં આવશે.
‘ઉત્તરાધ્યયન” પર મળતા ટીકા સાહિત્યમાં સર્વપ્રથમ આચાર્ય ભદ્રબાહુની નિર્યુક્તિ મળે છે. તેમનો સમય વિ. સં. ૫૦૦-૬૦૦ની વચ્ચેનો સિદ્ધ થાય છે. એથી એટલું તો સ્પષ્ટ થાય છે કે આ સમય પહેલાં “ઉત્તરાધ્યયન' પોતાની પૂર્ણ સ્થિતિમાં આવી ચૂક્યું હતું. દિગંબર-પરંપરામાં પણ તેનો સાદર ઉલ્લેખ મળે છે તેથી સ્પષ્ટ થાય છે કે સંઘભેદ થયા પહેલાં તેને માન્યતા પ્રાપ્ત થઈ
૧ દિગમ્બર-પરંપરા આવી જાતની વાચનાઓને પ્રામાણિક માનતી નથી. તે
અનુસાર મહાવીર-નિર્વાણાથી ૬૩૮ વર્ષ બાદ સુધી અંગજ્ઞાનની પરંપરા રહી હતી. પણ તેને સંકલિત કરવાનો કે લિપિબદ્ધ કરવાનો કોઈ સામુહિક પ્રયત્ન થયો ન હતો.
જુઓ જે. સા. ઈ. પૂ. પૃ. પર૮ ૨ “શ્રમણા સપ્ટેમ્બર ૧૯૫૪ પૃ. ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org