________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૧૭ પાપ-શ્રમણીય : આમાં પથભ્રષ્ટ શ્રમણ (સાધુ)નું વન હોવાથી તેનું નામ “પાપ શ્રમણી” રાખવામાં આવેલ છે. તેની રવ ગાથાઓમાં ત્રીજીથી શરૂ કરી ૧૯મી ગાથા સુધી પ્રત્યેકના અંતે “પાવળિ રિ ગુરુ પદ આપે છે. - ૧૮ સંજયં: આની ૫૪ ગાથાઓમાં રાજર્ષિ સંજયે દીક્ષા લીધી એ વર્ણન છે. સાધુધર્મમાં દીક્ષિત થઈ મુક્તિ પ્રાપ્ત કરનાર અનેક રાજાઓનો પ્રસંગોપાત ઉલ્લેખ છે.
૧૯/પુત્રીય : આમાં ૯૯ ગાથાઓ છે. તેમાં મૃગાપુત્રની વૈરાગ્ય સંબંધી કથાની સાથે મૃગાપુત્ર અને તેના માતા-પિતાની વચ્ચે થયેલ સંવાદ આપવામાં આવ્યો છે જે ખુબ જ સુંદર છે. એમાં સાધુઓના આચારના પ્રતિપાદન સાથે પ્રસંગવશ નારકીય કષ્ટોનું પરા વર્ણન છે. મૃગચર્યાના દૃષ્ટાંત દ્વારા ભિક્ષાચર્યાનું વર્ણન કરવામાં આવેલ હોવાથી સંભવતઃ સમવાયાંગમાં તેનું નામ “મૃગચર્યા' આપવામાં આવ્યું હોય અને પછીથી મૃગાપુત્રની પ્રધાનતાને કારણે “મૃગાપુત્રીય એમ રાખવામાં આવ્યું હોય.
ર૦ મહાનિર્ચન્થીય ? આમા ૬૦ ગાથાઓ છે. તેનાં અનાથી મુનિ અને રાજા શ્રેણિક વચ્ચે સનાથ અને અનાથ વિષયક સંવાદ રજૂ થયો છે અને તે ખૂબ જ રોચક છે. અનાથી મુનિની પ્રવ્રજ્યાની ઘટનાનું વિશેષ રૂપે વર્ણન આપવામાં આવેલ હોવાથી “સમવાયાંગમાં સંભવતઃ “અનાથ પ્રવજ્યા’ નામ આપવામાં આવ્યું હશે. પ્રાકૃત-ગ્રંથમાં જે “મહાનિર્ઝન્થીય' એવું નામ મળે છે
૧ કેટલાક ટીકાકારોએ આ અધ્યયનનું સંસ્કૃત નામ સંચય' લખ્યું છે. પણ
પ્રાકૃતમાં “સંગફુન્ન” નામ છે. સંજય રાજાનું વર્ણન હોવાથી “સંગા' નામ જ યોગ્ય લાગે છે. યાકોબી તથા નિર્યુક્તિકાર પણ આમ જ માને છે. જુઓ - સે. બુ. ઈ. ભાગ-૪૫ પૃ. ૮૦.
ઉ. નિ. ગાથા ૩૪૯ २ मग्गं कुसीलाण जहाय सव्वं महानियंठाण वए पहेणं ।
–૩. ર૦. પ૧. महानियष्ठिज्जमिणं महासुयं से काहए महया वित्थरेणं ।
–૩. ૨૦. પ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org