________________
જૈન આગમોમાં ઉત્તરાધ્યયન-સૂત્ર'
૧૧ બહુશ્રુત-પૂજા : આમાં ૩ર ગાથાઓમાં શાસ્ત્રજ્ઞ વ્યક્તિ (બહુશ્રત)ની પ્રશંસા કરવામાં આવી છે. પ્રારંભમાં “વિનય અધ્યયનની જેમ વિનીત અને અવિનીત શિષ્યોના ગુણદોષાદિનું વર્ણન કરવામાં આવ્યું છે. વિનીતને બહુશ્રુત અને અવિનીતને અબહુશ્રુત કહેવામાં આવેલ છે.
૧૨ હરિકેશીય : આમાં ૪૭ ગાથાઓ છે. તેમાં ચાંડાળ જેવી નીચ જાતિમાં ઉત્પન્ન થયેલ હરિકેશિબલ મુનિના ઉદાર ચરિત્રનું વર્ણન છે. આ ઉપરાંત, હરિકેશિબલ અને બ્રાહ્મણો વચ્ચે થયેલા સંવાદમાં કર્મથી જાતિવાદની સ્થાપના, તપનો પ્રકર્ષ તથા અહિંસા-યજ્ઞની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
૧૩ ચિત્તસંભૂતીય : આમાં ચિત્ત અને સંભૂત નામના બે ભાઈઓના છે જન્મોની પૂર્વ કથાનો સંકેત છે. નિદાન-બંધને કારણે, ભોગાસક્ત સંભૂતના જીવ (બ્રહ્મદત્ત ચક્રવર્તી)નું પતન તથા સંયમી ચિત્તમુનિનું ઉત્થાન પ્રદર્શિત કરી જીવોને ધર્માભિમુખ થવાનો તથા તેના ફળની અભિલાષા (નિદાન) ન રાખવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. એ પણ જણાવવામાં આવ્યું છે કે સાધુધર્મનું પાલન ન કરી શકનાર વ્યક્તિએ ગૃહસ્વધર્મનું પાલન તો અવશ્ય કરવું જોઈએ. આમાં ૩૫ ગાથાઓ છે.
૧૪ ઈષકારીય : આમાં પ૩ ગાથાઓમાં, ઈષકાર નગરના છ જીવોના અભિનિષ્ક્રિમણનું વૈરાગ્યોત્પાદક વન હોવાથી આનું નામ ઈષકારીય' રાખવામાં આવ્યું છે. આમાં પતિ-પત્ની તથા પિતા-પુત્ર વચ્ચે થયેલ સંવાદ દાર્શનિક વિષયો સાથે સંબંધ ધરાવે છે છતાં પ્રભાવોત્પાદક છે.
૧૫ સભિક્ષુ ? આની ૧૬ ગાથાઓમાં સાધુઓના સામાન્ય ગુણોનું વર્ણન છે. પ્રત્યેક ગાથાના અંતમાં “સ મિQ' પદ આવે છે માટે આ પ્રકારનું નામ આપવામાં આવ્યું છે. “દશવૈકાલિક”ના દસમા અધ્યયનનું નામ પણ “સ મિq'
૧૬ બ્રહ્મચર્ય-સમાધિસ્થાન : આની ૧૭ ગાથાઓમાં બ્રહ્મચર્યની રક્ષા માટે ૧૦ વસ્તુઓનો ત્યાગ પ્રદર્શિત કરવામાં આવેલ છે. બ્રહ્મચર્યનું મહત્ત્વ પ્રગટ કરનાર આ અધ્યયન ગદ્ય અને પદ્યમાં પુનરાવૃત્ત થયેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org