________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
૬ શુલ્લક-નિર્ચન્થીય : આમાં ૧૭ ગાથાઓની સાથે અંતે કેટલાક ગદ્ય ખંડો છે. વિદ્વાન કોણ ? મૂર્ખ કોણ ? તેનો પરિચય આપીને જૈન સાધુના સામાન્ય આચાર-વિચારનું વર્ણન કરવામાં આવ્યું છે. તેથી તેનું નામ “ક્ષુલ્લક'નિર્ઝન્થીય' રાખવામાં આવ્યું છે. “સમયાયોગ'માં તેનું નામ આ અધ્યયનની પ્રથમ ગાથા (ઝાવંતવિજ્ઞા|રિસા)ને આધારે “પુરુષવિદા' રાખવામાં આવ્યું છે.” ૭ એલય (
૩ય) ઃ એલય અને ઉરભ્રનો અર્થ થાય : બકરો. શરૂઆતમાં અતિથિના ભોજન માટે સ્વામી દ્વારા પાળવામાં આવતા બકરા વગેરેના દૃષ્ટાંતથી સંસારાસક્ત જીવોની દુર્દશાનો ખ્યાલ આપવામાં આવ્યું છે. બકરાનું દષ્ટાંત મુખ્ય હોવાથી આ અધ્યયનનું નામ “એલય” રાખવામાં આવ્યું છે. તેમાં ૩૦ ગાથાઓ છે.
૮ કપિલીય ? આના પ્રરૂપક કપિલ ઋષિ હોવાથી નામ “કપિલીય' રાખવામાં આવેલ છે. તેમાં ર૦ ગાથાઓ દ્વારા દુર્ગતિમાંથી બચવા માટે લોભત્યાગનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
૯ નમિપ્રવજ્યા : આમાં ૬ર ગાથાઓ છે. તેમાં પ્રવ્રજ્યાર્થે અભિનિષ્ક્રમણ કરનાર રાજર્ષિ નમિ અને બ્રાહ્મણવેષધારી ઈન્દ્ર વચ્ચેનો આધ્યાત્મિક સંવાદ વર્ણવાયો છે. તેમાં પ્રવ્રજ્યા સમયે સામાન્ય વ્યક્તિના માનસિક અંતર્લેન્દ્રનું સુંદર ચિત્રણ આપવામાં આવેલ છે. આ સંવાદમાં બ્રાહ્મણ પ્રશ્નો પૂછે છે અને પ્રવજ્યાભિલાષી રાજર્ષિ નમિ ઉત્તર આપતી વખતે તે માનસિક અંતર્લૅન્દ્રોનું સમાધાન કરે છે. આ પ્રકારનું અંતર્લૅન્દ્ર ઘણું કરીને બધા પ્રવ્રજિતોના મનમાં થાય એ સ્વાભાવિક છે. નમિની પ્રવજ્યાનું વર્ણન હોવાથી એ પ્રમાણેનું નામ આપવામાં આવ્યું છે.
૧૦ દ્રુમપત્રક : આમાં ૩૭ ગાથાઓ છે. પ્રારંભમાં વૃક્ષનાં પીળા પાંદડાનાં દૃષ્ટાંતથી જીવનની ક્ષણભંગુરતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એથી આ અધ્યયનનું નામ દ્રુમપત્રક રાખવામાં આવ્યું છે. આમાં ગૌતમને અનુલક્ષીને સાધુઓને અપ્રમત રહેવા માટેનો ઉપદેશ આપવામાં આવ્યો છે. પ્રત્યેક ગાથાના અંતમાં “સમયે યમ મા પમાયણ' તથા અંતિમ ગાથામાં સિદ્ધિ ડું ” પદ આવે છે.
१ इह एस धम्मे अक्खाए कविलेणं च विशुद्धपत्रेणं ।
ઉ. ૮. ૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org