________________
પ્રકરણ ૩
રત્નત્રય
દુ:ખોની અનુભૂતિ દરેક પ્રાણીને અરુચિકર લાગે છે. તેથી દુ:ખોમાંથી મુક્તિ મેળવવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. સાંસારિક પ્રયત્નો તો ક્ષણિક સુખ આપવાને કારણે ખરેખર તો દુઃખરૂપ જ છે, અવિનશ્વર અથવા શાશ્વત સુખની પ્રાપ્તિ માટે ચેતન અને અચેતનના સંયોગ એ વિયોગની આધ્યાત્મિક પ્રક્રિયાને નવ તથ્યો (તત્ત્વો-સત્યો)માં વિભાજિત કરવામાં આવેલ છે અને તે તથ્યોમાં પૂર્ણ વિશ્વાસ (સમ્યગ્દર્શન), તેઓનું પૂર્ણ જ્ઞાન (સમ્યજ્ઞાન) અને તદનુસાર આચરણ (સમ્યારિત્ર) જરૂરી મનાયેલ છે. આમ શાશ્વત સુખની પ્રાપ્તિમાં સહાયક ૧. સમ્યગ્દર્શન (સત્ય-શ્રદ્ધા), ૨. સમ્યજ્ઞાન (અન્યજ્ઞાન) અને ૩. સમ્યક્ચારિત્ર (સત્ આચરણ) આ ત્રણ સાધનોને જ અહીં ‘રત્નત્ર્ય’ શબ્દથી વ્યક્ત કરવામાં આવેલ છે. આ ત્રણ સાધનો વિશે વિચાર કરતાં પહેલાં, નવ તથ્યોમાં વિભાજિત એવી ચેતન અને અચેતનના સંયોગની અને વિયોગની આધ્યાત્મિક-પ્રક્રિયા વિશે વિચારી લેવું આવશ્યક છે. નવ તથ્યો (તત્ત્વો) :
ચેતન તથા અચેતન અને તેના સંયોગ-વિયોગની કારણકાર્ય શૃંખલા ત્રિકાલવર્તી સત્ય હોવાથી, તેને માટે ‘તથ્ય’ શબ્દનો પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. આ નવ તત્ત્વો અથવા તથ્યોનાં નામ આ પ્રમાણે છે` : ૧. જીવ (ચેતન), ૨. અજીવ (અચેતન), ૩. બંધ (ચેતન અને અચેતનની સંબંધાવસ્થા), ૪. પુણ્ય (અહિંસા
१. जीवा जीवा य बन्धे य पुण्णं पावाऽऽवो तहा ।
संवरो निज्जरा मोक्खो संति एए तहिया नव ॥
Jain Education International
For Private & Personal Use Only
૩, ૨૮, ૧૪.
www.jainelibrary.org