________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
વગેરે શુભકાર્ય), ૫. પાપ (હિંસા વગેરે અશુભકાર્ય), ૬. આસ્રવ (ચેતન પાસે અચેતન કર્મોને આવવાનું દ્વાર), ૭. સંવર (ચેતન સાથે અચેતનનો સંબંધ કરાવનાર કારણનો નિરોધ, ૮. નિર્જરા (ચેતનથી ચેતનનું સંપૂર્ણ અંશતઃ પૃથક્કરણ) અને ૯. મોક્ષ (અચેતનથી ચેતનનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય). આ નવે તત્ત્વોને મુખ્યત્વે પાંચ ભાગોમાં વહેંચી શકાય :
૧ ચેતન અને અચેતન તત્ત્વ-જીવ અને અજીવ
૧૮૦
૨ સંસાર અથવા દુ:ખની અવસ્થા-બંધ
૩ સંસાર અથવા દુઃખનાં કારણ-પુણ્ય, પાપ, આસવ
૪ સંસાર અથવા દુઃખમાંથી પૂર્ણ નિવૃત્તિ-મોક્ષ
૫ સંસાર અથવા દુ:ખમાંથી નિવૃત્ત થવાના ઉપાય-સંવર અને નિર્જરા સંસાર અથવા દુઃખનું કારણ કર્મ-બંધન છે અને તેમાંથી છૂટકારો મેળવવો એ મોક્ષ છે. ચેતન જ બંધન અને મોક્ષ પ્રાપ્ત કરે છે અને અચેતન (કર્મ)થી બંધન અને મોક્ષ પ્રાપ્ત થાય છે. પુણ્ય અને પાપરૂપ પ્રવૃત્તિથી પ્રેરિત થઈને અચેતન કર્મ ચેતન પાસે આવીને (આસ્રવિત થઈને) બંધન કરે છે. આ અચેતન કર્મોને આવતાં રોકવાં (સંવર) તથા પહેલાંથી આવેલાં કર્મોને પૃથક્ કરવાં (નિર્જરા) એ મોક્ષ માટે આવશ્યક છે. આમ, બંધ, મોક્ષ, ચેતન, અચેતન, પુણ્ય, પાપ, આસવ, સંવર અને નિર્જરા આ નવ સાર્વભૌમ સત્ય હોવાથી ‘તથ્ય’ (તત્ત્વ) કહેવામાં આવેલ છે. તેમનાં સ્વરૂપ વગેરે નીચે મુજબ
છે
:
૧ જીવ- ચેતન દ્રવ્ય. તેને જ બંધન અને મોક્ષ થાય છે
૨ અજીવ- અચેતન દ્રવ્ય. ખાસ કરીને આ એવું અચેતન દ્રવ્ય (કર્મપુદ્ગલ) છે જેનો સંબંધ થતાં, ચેતન બંધનને પ્રાપ્ત કરે છે અને તેનો વિયોગ થતાં ચેતન મુક્તિ મેળવે છે.
૩ પુણ્ય- ચેતન દ્વારા કરવામાં આવેલ અહિંસા વગેરે શુભ કાર્ય ૪ પાપ- ચેતન દ્વારા કરવામાં આવેલ હિંસા વગેરે અશુભ કાર્ય
૫ આસવ- મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી પુણ્ય અને પાપરૂપ કર્મોનું ચેતન પાસે આગમન'. આસવ દ્વારા સામાન્ય રીતે પાપાસવને સમજવામાં આવે
१. काय वाङ मनः कर्म योगः । स आस्रवः । शुभः पुण्यस्याशुभ: पापस्य ।
Jain Education International
For Private & Personal Use Only
–7. સૂ. ૬. ૧-૩.
www.jainelibrary.org