________________
નત્રય
૧૮૧
છે, ગ્રન્થમાં પણ પાપાસવના પાંચ પ્રકારો (હિંસા, અસત્ય, ચોરી, કુશીલ અને ધનસંચય)નો સંકેત કરવામાં આવેલ છે, પરંતુ, પાપાસવની જેમ પુણ્યાસવ પણ મુક્તિ માટે ત્યાજ્ય છે.
૬ બંધ- ચેતન સાથે અચેતન કર્મપરમાણુઓનો સંબંધ થવો તે.
૭ સંવર-પુણ્ય અને પાપરૂપ કર્મોને ચેતનની પાસે આવતાં (આસવ) રોકવાં. ગ્રંથમાં આના પણ પાપાસવ વિરોધ પાંચ પ્રકારોનો સંકેત છે. ફલ-પ્રાપ્તિની અભિલાષા વગર કરવામાં આવતાં સત્કર્મ સંવરૂપ હોય છે. જ્યારે જીવ અહિંસાદિ સત્કાર્યોમાં પ્રવૃત્ત થઈને ફલપ્રાપ્તિની કામના કરે છે ત્યારે તે પુણ્યાસવ થઈને બંધના પણ કારણ બની જાય છે. જેમકે, પૂર્વભવમાં ફલાભિલાષાથી યુક્ત (નિદાનસહિત) બ્રહ્મદત્ત ચક્રવર્તી અને ફલાભિલાષાથી રહિત ચિત્તમુનિ દ્વારા કરવામાં આવેલ એક સરખાં અહિંસાદિ પુણ્ય-કર્મ પછીના ભવમાં જુદાં જુદાં ફળ-વાળાં થયાં. આ રીતે ફલાભિલાષા (નિદાન) પૂર્વક કરવામાં આવેલ
૧ જુઓ - મૃ. ૧૬૬, પા. ટિ. ૧; ઉ. ૧૯. ૯૪; ૨૦. ૪૫, ર૯. ૧૧. २ अज्झत्यहेउं निययस्स बंधो संसार हेउं च वयंति बन्धं ।
–૩. ૧૪. ૧૬. मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः । सकषायत्वाज्जीव: कर्मणो योग्यापुद्गलानादत्ते स बन्धः ।
–ત. સૂ. ૮. ૨-૨. आत्मकर्मणोरन्योऽन्यप्रदेशानुप्रवेशात्मको बन्धः ।
–સર્વાર્થસિદ્ધ, પૃ. ૧૪. ૩ ગાઢનિરો: સંવર: |
–7. પૂ. ૬. ૧. ४ सुसंवुडा पंचहि संवरेहिं ।
–૩. ૧૨. ૪૨. ५ कम्मा नियाणपगडा तुमे राय ! विचिंतिया तेसि फलविवागेण विप्पओगमुवागया ।
૩. ૧૩. ૮. તથા જુઓ - ઉ. ૧૩. ૧, ૨૮, ૨૯,૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org