________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
બધાં પુણ્યકર્મ આસ્રવ રૂપ છે અને ફલાભિલાષા વગર કરવામાં આવેલ નિષ્કામ કર્મ સંવરૂપ છે. તેથી અનાસવીની વ્યાખ્યા આપતી વખતે ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે – પ્રાણીવધ, અસત્યકથન, ચોરી, મૈથુન, ધનસંગ્રહ, રાત્રિભોજન અને ચાર કષાયોથી રહિત તથા મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં સાવધાન, જિતેન્દ્રિય જીવને અનાસયી કહેવામાં આવે છે`. અર્થાત અશુભ-કાર્યોનો સર્વથા ત્યાગ કરીને શુભ કાર્યોમાં સાવધાનીપૂર્વક ફલની અભિલાષા વગર પ્રવૃત્તિ કરવી એ સંવરનું કારણ છે. ગ્રંથમાં આ પ્રકારના સંવરનું ફળ, આસવિરોધ પછી ઋદ્ધિ-સંપન્ન દેવપદ અથવા સિદ્ધપદ (મોક્ષ) છે એમ દર્શાવવામાં આવ્યું છે.
૧૮૨
૮. નિર્જરા - પૂર્વબદ્ધ કર્મોને આત્માથી અંશતઃ પૃથક્ કરવાં. આ મોક્ષ માટેનું સાક્ષાત કારણ છે. જોકે પ્રતિક્ષણ કર્મોની કોઈને કોઈ નિર્જરા થયા કરે છે પણ અમુક નિર્જરા તપ વગેરેને કારણે બળપૂર્વક પણ કરવામાં આવે છે. તેથી આ નિર્જરાને બે ભાગમાં વહેંચી શકાય : ૧ સામાન્ય-નિર્જરા અને ૨ વિશેષ-નિર્જરા. પોતાની મેળે સ્વાભાવિક રીતે, પ્રયત્ન વગર, પ્રતિક્ષણ કર્મોનું ફળ આપીને ચેતનથી પૃથક્ થઈ જવું એ સામાન્ય-નિર્જરા કહેવાય, આ પ્રકારની નિર્જરામાં જીવને કોઈ ખાસ પ્રયત્ન કરવો પડતો નથી, તેથી અહીં તેનો વિચાર કરવામાં આવેલ નથી. બીજા પ્રકારની નિર્જરાનો અર્થ આમ થાય : તપ વગેરે
સાધનો દ્વારા કર્મોનો બળપૂર્વક ઉદય કરીને તેને ચેતનથી પૃથક કરી દેવાં. આ માટે જૈન ગ્રંથોમાં સામાન્ય-નિર્જરાને સવિપાકનિર્જરા તથા અનૌપક્રમિક-નિર્જરા (અકૃત્રિમ-નિર્જરા) કહેવામાં આવેલ છે. આથી વિરૂદ્ધ, વિશેષ-નિર્જાને
१. पाणिवहमुसावाया अदत्तमेहुणपरिग्गहा विरओ । राई भोयणविरओ जीवो भवइ अणासवो || पंचसमिओ तिगुत्तो अकसाओ जिइंदिओ । अगारवो य निस्सल्लो जीवो होइ अणासवो ||
૨૩. ૨૬. ૫૫; ૫. ૨૫, ૨૮. 3 एकदेशकर्मसंक्षयलक्षणा निर्जरा ।
Jain Education International
For Private & Personal Use Only
૧૩. ૩૦. ૨. ૩.
--સર્વાર્થસિદ્ધિ ૧. ૪.
www.jainelibrary.org