________________
રત્નત્રય
૧૮૩
અવિપાક-નિર્જરા અને ઔપક્રમિક-નિર્જરા (કૃત્રિમ-નિર્જરા) કહેવામાં આવેલ
૯ મોક્ષ - બધા પ્રકારનાં કર્મબંધનોથી પૂર્ણ છુટકારો મેળવવો અથવા ચેતન દ્વારા સ્વ-સ્વરૂપને પ્રાપ્ત કરવું એ મોક્ષ. એ જીવનું અંતિમ લક્ષ્ય છે અને તેને પ્રાપ્ત કરી લેતાં, જીવ સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને અનંતસુખસંપન્ન તથા શક્તિસંપન્ન બને છે. આ અવસ્થાને પ્રાપ્ત કરી લીધા બાદ ચેતન ફરી ક્યારેય કર્મબંધનમાં પડતો નથી.
આ નવ તથ્યોમાંથી પુણ્ય અને પાપ આસવરૂપ હોવાથી “તત્ત્વર્થસૂત્ર'માં તથ્યોની સંખ્યા સાતની જ આપવામાં આવી છે અને તે માટે “તત્ત્વ' શબ્દનો ત્યાં પ્રયોગ કરવામાં આવ્યો છે. જ્યારે પુણય અને પાપને આસવથી પૃથક ગણાવવામાં આવે છે ત્યારે તેમને માટે જૈન-ગ્રંથોમાં “પદાર્થ' શબ્દનો પ્રયોગ થાય છે. આ ઉપરાંત, જ્યારે માત્ર જીવ અને અજીવનું કથન કરવામાં આવે છે ત્યારે તેમને દ્રવ્ય' કહેવામાં આવે છે. વાસ્તવિક રીતે જે પ્રકારે વૈશેષિકદર્શનમાં “દ્રવ્ય અને “પદાર્થમાં તફાવત છે તે રીતે, જેન ગ્રંથોમાં દ્રવ્ય, તત્ત્વ અને પદાર્થ (તત્ત્વાર્થ, અર્થ કે તથ્ય) આ શબ્દોમાં ભેદ પાડવામાં આવ્યો નથી કારણ કે તે અરસપરસ એકબીજા સાથે મળતા આવે છે. વળી, જૈન ગ્રંથોમાં જીવાદિ પદ્રવ્યોને “તત્ત્વાર્થ' શબ્દથી અને જીવાદિ નવ તથ્થો (પદાર્થો)ને “અર્થશબ્દથી પણ વ્યક્ત કરવામાં આવે છે. આમ હોવા છતાં પણ ‘દ્રવ્ય” શબ્દથી લોકની ૧ સર્વાર્થસિદ્ધિ ૮. ર૩. २. बन्धहेत्त्वभावनिर्जराभ्यां कृत्स्नकर्मविप्रमोक्षो मोक्षः ।
–તે. . ૧૦. ૨. 3 जीवाजीवास्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ।।
–ત. સૂ. ૧. ૪. ४ जीवाजीवासवबंवधसंवरो णिज्जरा तहा मोक्खो। तच्चाणि सत्त एदे सपुण्णपावा पयत्था य ।।
–રવું-દ્રવ્યસંપ્રદ, જાથી ૩. ५ जीवा पोग्गलकाया घम्माघम्मा य काल आयासं । तच्चस्था इदि भणिदा णाणागुणपज्जएहिं संजुत्ता ।।
–નિયમસાર, થા ૬. जीवाजीवा भावा पुण्णं पावं च आसवं तेसि । संवरणिज्जरबंधो मोक्खो य हवंति ते अट्ठा ॥
વાસ્તિવય, જાથા ૨૦૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org