________________
૧૭૮ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન અને આવશ્યકતાનુસાર કર્મોના પેટા પ્રકારોની કલ્પના કરવામાં આવી છે. કર્મનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ હોવાથી આ કર્મસિદ્ધાંતને “જૈન મનોવિજ્ઞાન કહી શકાય છે.
આ રીતે, આ પ્રકારણમાં ગ્રન્થાનુસાર સંસારને દુઃખોથી ભરેલો દર્શાવીને તેનાં કારણો વિશે આધ્યાત્મિક દૃષ્ટિથી વિચાર કરવામાં આવ્યો છે. પુનર્જન્મ, પરલોક, વગેરેનો સ્વીકાર કર્યા વગર આ વર્ણનનો મેળ બેસી શકે નહીં. શરીર વગેરેની નશ્વરતા અને જન્મ-મરણની પ્રાપ્તિ જ દુ:ખ છે. આથી સંસારના વિષય ભોગ જન્ય સુખોને પણ દુઃખરૂપ માનવામાં આવેલ છે. સંસારનાં કારણોમાં કર્મબંધનો સ્વીકાર કરીને એમ દર્શાવવામાં આવ્યું છે કે જીવ દ્વારા કરવામાં આવેલ કોઇપણ સારું કે ખરાબ કામ કોઈ રીતે છૂપું રહી શકતું નથી. તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. સંસારમાં સામાજિક વ્યવસ્થા ટકાવી રાખવા માટે તથા અત્યાચાર-અનાચાર વગેરેને અટકાવવા માટે પણ આવું વર્ણન જરૂરી હતું અને આજે પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org