________________
પ્રકરણ ૨ : સંસાર
આ કર્મ આત્માની સાથે બંધાઇને સ્થૂળ શરીરથી જુદા એવા એક શરીરની રચના કરે છે. તેને જૈન દર્શનમાં કાર્મા શરીર કહવામાં આવે છે. આ કાર્યશ શરીર સ્થૂળ શરીર નષ્ટ થઈ જાય છતાં નાશ પામતું નથી. આ ઉપરાંત, તે આગલા જન્મમાં સ્થૂળ-શરીરની પ્રાપ્તિમાં કારણ તરીકે પણ નીવડે છે. આ પ્રક્રિયાને સ્પષ્ટ કરવા માટે કર્મબંધમાં સહાયક છ લેશ્યાઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ કર્મ અને લેશ્યાઓ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ હોવાને કારણે જ ગ્રંથમાં લેશ્યાઓને કર્મલેશ્યા કહેવામાં આવેલ છે. આ લેશ્યાઓ અનેક રીતે લેખ દ્રવ્યનું કામ કરે છે અને તેનાથી કર્મ-પરમાણુ આત્મા સાથે ચોંટી જાય છે. શુભાશુભ કર્મોથી જે પ્રકારની લેશ્યાઓ પ્રાપ્ત થાય છે તે અનુસાર જ જીવ કર્મોમાં પ્રવૃત્ત થાય છે. ત્યારબાદ વળી, શુભાશુભ રૂપથી પ્રવૃત્તિ કરવાથી ફરીથી કર્મબંધ થાય છે. આમ અબાધ-સંસારનું ચક્ર ચાલ્યા કરે છે. કર્મોનો અભાવ થતાં લેશ્યાઓનો પા અભાવ થઇ જાય છે.
ગ્રંથમાં આ કર્મ અને લેશ્યા-વિષયક વર્ણન દ્વારા સાંસારિક સુખ અને દુ:ખનાં કારણોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. આ સિદ્ધાંતનો સ્વીકાર કરી લેવાથી સંસારની વિચિત્રતાની ગૂંચને ઉકેલવામાં ઇશ્વરની કલ્પના જરૂરી રહેતી નથી અને એક સ્વચાલિત યંત્રની જેમ સંસારની પ્રક્રિયા ચાલતી લાગે છે. કર્મકાંડી મીમાંસા દર્શનની જેમ વૈદિક યાગાદિ ક્રિયાઓથી અદૃષ્ટ વિશેષની ઉત્પત્તિ થાય છે અને ત્યારે તેના પ્રભાવથી સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે. પ્રકૃત ગ્રંથ અનુસાર, જીવમાં દરેક ક્ષણે થતી સ્વાસાદિ સૂક્ષ્મહતમ ક્રિયા, મનના વિચાર વગેરે સહુ કર્મનાં કારણ છે. એ બીજી બાબત છે કે બધી ક્રિયાઓ બંધનું કારણ ન બને પરંતુ ક્રિયામાત્ર કર્મ તો જરૂર છે. તેમાંથી માત્ર સરાગ ક્રિયાઓ (સકામ કર્મ) જ કર્મબંધમાં કારણ થાય છે. માટે સંસારના આવાગમનમાં કારણ હોવાથી તેને જ કર્મ શબ્દથી વ્યક્ત કરવામાં આવેલ છે. આ ઉપરાંત, શુભ અને અશુભ-બંને પ્રકારનાં કર્મ, બંધ માટેનાં કારણ હોવાથી હેય તરીકે દર્શાવાયાં છે. સંસારી જીવમાં જોવા મળતી પ્રત્યેક ક્રિયા, સુખદુ:ખાનુભૂતિ, જ્ઞાનાદિની પ્રાપ્તિ, જીવનની સ્થિતિ શુભાશુભ શરીરાદિની પ્રાપ્તિ, લાભાલાભની પ્રાપ્તિ વગેરે બધાં પાસાંઓની વ્યાખ્યા આ કર્મસિદ્ધાંત દ્વારા કરવામા આવી છે
Jain Education International
For Private & Personal Use Only
૧૭૭
www.jainelibrary.org