________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
અવિરતિ અને પ્રમાદ એ રાગ અને મોહને સ્થાને છે. કષાય રાગદ્વેષ અને યોગ પ્રવૃત્તિમાત્રમાં કારણ છે. તેથી ‘ઉત્તરાધ્યયન’માં પણ ક્યાંક ક્યાંક મિથ્યાત્વ અને પ્રમાદને સંસાર અને કર્મબન્ધના હેતુ તરીકે દર્શાવવામાં આવેલ છે.
બૌદ્ધ દર્શનમાં આ વિષયની જે કારણ-કાર્યશૃંખલા દર્શાવવામાં આવી છે તેના મૂળમાં પણ અવિદ્યા (અજ્ઞાન) રહેલું છે. અવિદ્યા અને દુઃખ વચ્ચે ગાવવામાં આવેલ કારણોમાં તૃષા, ભવ (સારાં ખોટાં કાર્યો), જાતિ અને જરા-મરણ પણ છેરે. આમ દુઃખોનાં મૂળ કારણની શોધ કરતાં કરતાં બંને દર્શનો એક જ સાથે પહોંચીને અટકે છે. પરંતુ, અજ્ઞાન એટલે શું ? આ વિષયમાં બંને દર્શનોના સિદ્ધાંત જુદા જુદા છે. ગ્રંથમાં જ્યાં અચેતનથી ચેતનના પાર્થક્ય બોધને જ્ઞાન કહેવામાં આવેલ છે ત્યાં બૌદ્ધ દર્શનમાં તે પાર્થક્ય બોધને અજ્ઞાન માનવામાં આવેલ છે કારણ કે બૌદ્ધ દર્શનમાં આત્મા નામના કોઈ સ્થાયી ચેતન દ્રવ્યને સ્વીકારવામાં આવેલ નથી. દુઃખનું મૂળ કારણ અજ્ઞાન છે એ બાબતમાં કદાચ કોઇને વિરોધ નથી. ‘ગીતા’માં પણ મોહનું કારણ અજ્ઞાન છે એમ સ્વીકારવામાં આવેલ છે.
૧૭૬
3.
જે કર્મબંધને સંસાર અથવા દુઃખનું સાક્ષાત્ કારણ માનવામા આવેલ છે તે એક શરીર-વિશેષની રચના કરે છે અને તે વેદાન્ત દર્શનમાં સ્વીકારવામાં આવેલ અને સ્થૂળ શરીરની અંદર રહેલ સૂક્ષ્મ શરીર ́ ના સ્થાને છે. કારણ કે
૧૯. ૨૯, ૫. ૬૦, ૭૧, ૧૦-૧૫.
૨ બૌદ્ધદર્શનમાં દુઃખનાં જે બાર કારણો ગણાવવામાં આવ્યાં છે તેને ભવચક્ર, દ્વાદશ-આયતન અને પ્રતીત્યસમુત્પાદ કહેવામાં આવે છે. તેનાં ક્રમશઃ નામો આ રીતે છે : અવિદ્યા → સંસ્કાર ) વિજ્ઞાન → નામરૂપ → ખડાયતન → (છઃ ઈન્દ્રિયો, મન સાથે) → સ્પર્શ → વેદના → તૃષ્ણા → ઉપાદાન → ભવ (સારા ખોટાં કર્મો) → જાતિ → જરા → મરા → દુઃખ.
૩ અજ્ઞાનેનાવૃતં જ્ઞાનં તેન મુઘન્તિ જન્તવઃ ।
૪ વેદાન્તસાર, પૃ. ૩૪.
Jain Education International
-ભા. ૬. બ. પૃ. ૧૫૪.
—ગીતા ૫. ૧૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org