________________
પ્રકરણ ૨ : સંસાર
ત્યાર પછી કર્મબંધનું પણ કારણ રાગદ્વેષ અને તેનું પણ કારણ (મૂળ કારણ) અજ્ઞાનને માનવામાં આવ્યું છે. જો કે રાગ દ્વેષ અને અજ્ઞાન વચ્ચે ક્રમશ: મોહ, તૃષ્ણા અને લોભને પણ કારણ રૂપે દર્શાવેલ છે પરંતુ, મોહ, તૃષ્ણા અને લોભ રાગની જ ઉત્કટ અવસ્થા રૂપ છે. જો તેને પૃથક્ કારણ રૂપે ગણાવવામાં આવે તો સંસારની કાર્ય-કારણ-પરંપરા આ પ્રકારે રજુ થઇ શકેઃ જન્મમરણરૂપ સંસાર-કર્મબંધ-રાગદ્વેષ-મોહ-તૃષ્ણા-લોભ-અજ્ઞાન.
ગ્રંથમાં જો કે આ કાર્ય-કારણ શ્રૃંખલાનું સુવ્યવસ્થિત રૂપ જોવા મળતું નથી; કારણ કે ક્યાંક અજ્ઞાનને, ક્યાંક રાગને, ક્યાંક દ્વેષને, ક્યાંક રાષ્લેષને, ક્યાંક પાપકર્મને, ક્યાંક કર્મમાત્રને, ક્યાંક મોહને, ક્યાંક સંસારને, ક્યાંક મનોજ્ઞામનોજ્ઞ વસ્તુઓને, અને ક્યાંક આ સહુને એક બીજા સાથે જોડીને કાર્યકારણનો વિચાર કરવામાં આવ્યો છે. આ કારણે કયું કોનું ખરેખરું કારણ છે અથવા કયું પરંપરાગત કારણ છે તે અંગે સામાન્ય રીતે સ્પષ્ટ પ્રતીતિ થતી નથી. પરંતુ, ધ્યાનપૂર્વક વિચાર કરવાથી આ કાર્યમાં મૂળમાં કાર્યકારણ શૃંખલા જ કાર્ય કરી રહી છે એમ લાગશે. માટે, ગ્રંથમાં ક્યાંક ક્યાંક તેનો આગળ પાછળ કે એકબીજા સાથે સંમિલિત રૂપે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું કારણ એ છે કે અવસર વિશેષ વખતે કારણ વિશેષને મહત્ત્વ આપવું. ‘તત્ત્વાર્થસૂત્ર’માં કર્મબંધનાં કારણોનો વિચાર કરતી વખતે જે પાંચ કારણોને ગણાવવામાં આવ્યાં છે તે તપાસતાં પણ આ કાર્યકારણશ્રૃંખલાનું સમર્થન થાય છે. ‘તત્ત્વાર્થસૂત્ર’માં દર્શાવવામાં આવેલાં એ પાંચ કારણોનાં નામ નીચે મુજબ છે': ૧ મિથ્યાત્વ (પોતાના આત્મસ્વરૂપને ભૂલીને શરીરાદિ પરદ્રવ્યમાં આત્મબુદ્ધિ સમજવી-સ્વપરવિવેામાવરૂપ અજ્ઞાન ૨. અવિરતિ (વિષયોમાં રાગદ્વેષ) ૩. પ્રમાદ (અસાવધાનીપણું) ૪. કષાય (કલુષિત ભાવ) ૫. યોગ (મન-વચન-કાયાની પ્રવૃત્તિ). અહીં મિથ્યાત્વ અજ્ઞાનરૂપ જ છે.
१. मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः ।
Jain Education International
For Private & Personal Use Only
૧૭૫
—đ. સૂ. ૮. ૧.
www.jainelibrary.org