________________
પરિશિષ્ટ છે ? દેશ તથા નગર
૫૦૩
કૃષ્ણ તેને પ્રદીપ્ત કરી હતી'.
વિદેહ : આ જનપદનો રાજા નામે નમિ હતો. તેની રાજધાની મિથિલા હતી. ભગવાન મહાવીરની જન્મભૂમિ વિદેહ જ હતી. તેને અત્યારનું તિરહુત’ માનવામાં આવેલ છે. આ પૂર્વોત્તર ભારતનું એક સમૃદ્ધ જનપદ હતું. તેની સીમા ઉત્તરમાં હિમાલય, દક્ષિણમાં ગંગા, પશ્ચિમમાં ગંડકી અને પૂર્વમાં મહી નદી સુધી હતી. વૈશાલી (જિલ્લો મુજફ્ફરપુર) વિદેહની બીજી આગત્યની રાજધાની હતી.
શૌર્યપુરઃ અહીં વસુદેવ અને સમુદ્રવિજય રાજ્ય કરતા હતા. ઉત્તર પ્રદેશમાં આગ્રાની પાસે (મૈનપુરી જિલ્લામાં) શિકોહાબાદ નામના સ્થળથી દસ બાર માઈલ દૂર યમુના નદીને કિનારે વટેશ્વર ગામ છે. તેની પાસે એક સૂર્યપુર નામનું ગામ છે. તે જ આ શૌર્યપુર હોવું જોઈએ એ કુશાર્ત જનપદની રાજધાની હતી. અહીં આજે પણ વિશાળ મંદિર છે. કૃષ્ણ અને તેના પિતરાઈ ભાઈ અરિષ્ટનેમિ (બાવીસમા તીર્થંકર)ની આ જન્મભૂમિ હતી.
શ્રાવસ્તી : અહીં કેશિ અને ગોતમ વચ્ચેનો સંવાદ થયો હતો. અહીં તે સમયે બે મોટા ઉદ્યાનો હતાં : ૧ કોષ્ટક અને ૨ તિન્દ્રક. ઉત્તર પ્રદેશમાં બહરાઇચથી ઓગણત્રીસ માઈલ દૂર (ફેજાબાદથી ગોંડા રોડ ઉપર એકવીસ માઈલ દૂર બલરામપુર છે અને ત્યાંથી દસ માઈલ દૂર) એક “સહેટ મહેટ' નામનું ગામ છે. તે પહેલાનું શ્રાવસ્તી હોવું જોઈએ આજે પણ અહીં તે સમયના ખંડેરો છે. તેને ત્રીજા તીર્થકર સંભવનાથની જન્મભૂમિ માનવામાં આવે છે. જેના
૧ મહા. ના. પૃ. ૩૦૪ ૨ ઉ. ૮. ૪૫ ૩ ઉ. સમી. પૃ. ૩૭૧ ૪ જે. ભા. સ. પૃ. ૪૭૪ ૫ ઉ. રર. ૧. ૬ ઉ. ૨૩. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org