________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
તથા પૂર્વમાં ચંપા નદી હતી. આર. ડેવિડ્સે લખ્યું છે કે ભગવાન બુદ્ધના સમયે આ જનપદમાં એંશી હજાર ગામો હતાં અને તેનું ક્ષેત્રફળ લગભગ બે હજાર ત્રણસો માઈલ ચોરસ હતું. ઈ. પૂ. છઠ્ઠી સદીમાં આ જનપદ જૈનો અને બૌદ્ધોનું પ્રમુખ કેન્દ્ર હતું. તેથી રાજધાની રાજગૃહ (રાજગિર) હતી. મગધની બીજી રાજધાની પાટલિપુત્ર (પટા) હતી.
૫૦૨
મિથિલા : રાજર્ષિ નમિની પ્રવ્રજ્યાને સમયે અહીં ઈન્દ્ર સાથે તેનો સંવાદ થયો હતો. આ એક સમૃદ્ધ અને આનંદોલ્લાસવાળું નગર હતું. તેથી ઈન્દ્રે મિથિલામાં કોલાહલ સાંભળી રાજર્ષિ નમિત્તે તેનું કારણ પૂછ્યું. તે વિદેહ જનપદની રાજધાની હતી. અહીં ઓગણીશમા મલ્લિનાથ અને એકવીશમા નમિનાથ તીર્થંકરનો જન્મ થયેલો. બિહાર પ્રાન્તમાં મુજફ્ફરપુર અને દરભંગા જિલ્લાની નેપાલ સીમાની પાસે આવેલ જનકપુરને મિથિલા કહેવામાં આવેલ છે. આર. ડેવિડ્સે ‘તિરહત’ના સ્થળે મિથિલા નગરી હતી એમ જણાવ્યું છે. મિથિલા શબ્દનો પ્રયોગ જનપદ અને રાજધાની એ બંને માટે થયેલ છે. તેથી વિદેહરાજની પુત્રી વૈદેહી (સીતા)ને ‘મૈથિલી' કહેવામાં આવે છે.
વાણારસી (વારાણસી)† : અહીં જયઘોષ અને વિજયઘોષ વચ્ચે સંવાદ થયો હતો. આ કાશી જનપદની રાજધાની હતી. આજે પણ તેને કાશી, બનારસ અને વારાણસી કહેવામાં આવે છે અહીં સાતમા સુપાર્શ્વનાથ અને ત્રેવીશમાં પાર્શ્વનાથ તીર્થંકર જન્મ્યા હતા. ‘વરુણ્ણા’ અને ‘અસિ’ નામની બે નદીઓની વચ્ચે આવેલ હોવાથી તેને વારાણસી કહેવામાં આવે છે. વારાણસી ગંગા નદીના ડાબે કાંઠે ધનુષાકારે રહેલ છે. જૈન, બૌદ્ધ અને હિન્દુઓનું આ પવિત્ર તીર્થસ્થળ છે. મહાભારત અનુસાર અહીં પ્રાણોત્સર્ગ કરનારને મોક્ષ મળે છે. રાજા દિવોદાસે ઈન્દ્રની આજ્ઞાથી તેનું નિર્માણ કર્યું હતું અને ભગવાન
૧ જે. ભ. સ. પૃ. ૪૬૨
૨ બુદ્ધિસ્ટ ઈન્ડિયા પૃ. ૧૭
૩ ઉ. ૯-૪-૧૪
૪ બુદ્ધિસ્ટ ઈન્ડિયા પૃ. ૨૭
૫ મહા. ના. પૃ. ૨૫૬ ૬ ૯. ૨૫. ૨-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org