SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ વહાણોનો ઉપયોગ કરવામાં આવતો. ક્યારેક ક્યારેક વ્યાપારમાં એમને ખોટ પણ થતી અને ક્યારેક મૂળ રકમ પણ માંડ પ્રાપ્ત થતી. વસ્તુને ખરીદવા માટે સિક્કાઓનો પણ પ્રયોગ થતો. ગ્રંથમાં સિક્કા માટે ‘કાકિણી'નો ઉલ્લેખ મળે છે. એ તે વખતનો સહુથી નાનો સિક્કો હતો. તોલવા માટે માપીયાં અને ત્રાજવાનો પ્રયોગ થતો. વેપારાર્થે સમુદ્રપાર જતી વખતે વ્યાપારીઓને ખૂબ ડ૨ રહેતો કારણ કે સમુદ્રમાં ભરતી ઓટ વખતે બચવા માટેના ઉચિત સાધનો ન હતાં. સમુદ્રયાત્રાએથી પાછા સલામત રીતે આવી જવું એ સદ્ભાગ્ય મનાતું ? તેથી પાલિત વણિક્ વિદેશથી હોડી દ્વારા ઘરે પાછો આવે છે ત્યારે ‘કુશળતાપૂર્વક આવી ગયા ?’ એમ પૂછવામાં આવે છે". વિદેશમાં ક્યારેક વિક્ લગ્ન પણ કરી લેતા. પછી કેટલાક દિવસ ત્યાં રહી પત્ની સાથે ઘરે પાછા ફરતા. સમુદ્રયાત્રા દરમ્યાન વહાણામાં ગર્ભવંતી સ્ત્રીઓને પ્રસુતિ પણ થતી. સમુદ્રયાત્રા કે અન્ય કોઈ લાંબી યાત્રાએ જતી વખતે પાથેય (ભાતું) લઈ જવાનો રિવાજ ૧ એજન - ઉ. ૨૩. ૭૦-૭૩. २ एगोत्थ लहई लाभं एगो मूलेण आगओ । एगो मूलंपि हारिता आगओ तस्थ वाणिओ || 3 जहा कागिणिए हेउं सहस्सं हारए नरो । ४ जहा तुलाए तोलेउं । ५ खेमेण आगए चंपं । ६ अह पालियस्स धरणी समुद्दम्मि पसवइ । તથા જુઓ - પૃ. ૩૯૭. પા. ટિ. ૨. Jain Education International For Private & Personal Use Only ૪૧૯ ૧૩. ૭. ૧૪-૧૫. ૩. ૭. ૧૧. ૩. ૧૯. ૪૨. ૧૩. ૨૧. ૫. ૩. ૨૧. ૪. www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy