________________
४०८
ઉત્તરાધ્યયન-સુત્ર : એક પરિશીલન
પ્રધાનતા હોવાથી અગ્નિના સંસ્કારને યજ્ઞ કહેવામાં આવે છે. વૈદિક, દૈવિક અને ભૌતિક અગ્નિમાં વૈદિક યજ્ઞને યજુ' કહેવામાં આવે છે. આમ વેદાનુસાર અર્થ સંગત થાય છે પણ મુનિને અહીં પરૂપ અગ્નિ અભિપ્રેત છે, તે તપાગ્નિથી કર્મરૂપી મહાવન ધ્વસ્ત કરવામાં આવે છે. યજ્ઞોનું મુખ : જેનાથી કર્મોનો ક્ષય થાય તે યજ્ઞોનું મુખ છે. આ ભાવયજ્ઞ કર્મોનો ક્ષય કરનાર છે અને તે ઉપરાંત અન્ય હિંસાપ્રધાન વૈદિક યજ્ઞ કર્મક્ષયમાં કારણ ન થતાં કર્મબંધમાં કારણ થાય છે. તેથી શાસ્ત્રોમાં યમયજ્ઞોનું વિધાન છે. તેને વેદ કહેવામાં આવે છે અને આવા યજ્ઞો કરનાર યાજક કહેવાય છે. નક્ષત્રોનું મુખ : ચંદ્ર નક્ષત્રોનું મુખ (પ્રધાન) છે. નક્ષત્ર, ચંદ્ર મંડળ વગેરે જ્યોતિષ શાસ્ત્રનો વિષય છે અને
જ્યોતિષશાસ્ત્ર અનુસાર નક્ષત્રોમાં ચંદ્રની પ્રધાનતા છે. ધર્મોનું મુખ : કાશ્યપગોત્રીય ભગવાન ઋષભદેવ ધર્મોનું મુખ છે. જૈન ધર્મના આદિ પ્રવર્તક ભગવાન ઋષભદેવ કાશ્યપગોત્રી હતા. બ્રહ્માંડપુરાણ અને આરણ્યક વગેરેમાં પણ ઋષભદેવની
સ્તુતિ જોવા મળે છે. સ્વ-પરનો કલ્યાણકર્તા-અહિંસારૂપ યમયજ્ઞનું અનુષ્ઠાન કરનાર યાજક જ સ્વ-પરનો કલ્યાણકર્તા છે.
આ રીતે મુનિએ આ ઉત્તર દ્વારા પોતાની જાતને વેદાદિના વેત્તા તથા બ્રાહ્મણોને વેદાદિના અવેત્તા પણ સિદ્ધ કર્યા છે.
ભાવયજ્ઞના ઉપકરણો અને વિધિ : આ ભાવયજ્ઞમાં દ્રવ્ય-યજ્ઞમાં આવશ્યક એવાં કયા ઉપકરણો હોય છે તથા આ યજ્ઞને સંપન્ન કરવાની વિધિ કેવી છે ? બ્રાહ્મણો દ્વારા આવો પ્રશ્ન પૂછાતાં હરિકેશિબલ મુનિ આ પ્રમાણે ઉત્તર આપે છે:
૧ જુઓ – ઉ. આ. ટિ., પૃ. ૧૧૧૪-૧૧૧૫. २ तपो जोई जीवो जोइठाणं जोगा सुया सरीरं कारिसंगं ।
कम्मेहा संजमजोगसंती होमं हुणामि इसिणं पसत्यां ।।
धम्मे हरये बम्मे संतितित्ये अणाविले अत्तपसत्रलेसे ।।
–૩. ૧૨. ૪૪-૪૬. તથા જુઓ - ઉ. ૧ર. ૪૨-૪૩, ૪૭, ૯, ૪૦, મારો નિબંધ – “યર: # કવિત’ શમા, સપ્ટે. ઓક્ટો. ૧૯૬૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org