________________
પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ
४०७
અહિંસાપ્રધાન) વ્યાખ્યા કરવામાં આવી છે. તેને માટે ગ્રંથમાં “યમયજ્ઞ’નું નામ આપવામાં આવ્યું છે. યમને મૃત્યુના દેવ માનવામાં આવેલ છે. સંસારમાં એવું કોઈ પ્રાણી નથી જે આ મૃત્યુરૂપી યમ દેવતા દ્વારા પ્રસિત ન થતું હોય ? તેથી જે યજ્ઞમાં મૃત્યુને જીતવામાં આવે અથવા મૃત્યુનો હવન કરવામાં આવે તેને યમયજ્ઞ' કહેવામાં આવે છે. જ્યારે બ્રાહ્મણો જૈન મુનિ હરિકેશિબલ તથા જયઘોષને કર્મવિનાશક યજ્ઞની પ્રક્રિયા અંગે પૂછે છે ત્યારે તેઓ એવા યજ્ઞની પ્રક્રિયા અંગે જણાવે છે તથા તેને સર્વશ્રેષ્ઠ યજ્ઞ તરીકે ઓળખાવે છે. આ યજ્ઞની આધ્યાત્મિક વ્યાખ્યા ઉપરથી સ્પષ્ટીકરણ માટે યજ્ઞીય અધ્યયનમાંથી એક પ્રસંગ ઉધૃત કરવામાં આવે છે:
જયઘોષ નામનો એક જૈન મુનિ વિહાર કરતી વખતે પોતાના ભાઈ વિજયઘોષ બ્રાહ્મણના યજ્ઞમંડળમાં પહોંચે છે અને ત્યાં બ્રાહ્મણ યાજકો પાસેથી યજ્ઞાન્નની યાચના કરે છે. આ સાંભળી જ્યારે બ્રાહ્મણો કહે છે કે આ યજ્ઞાત્રને માત્ર વેવિ, યજ્ઞકર્તા, જ્યોતિષાંગવિદ્, ધર્મશાસ્ત્રજ્ઞાતા તથા સ્વ-પર કલ્યાણકર્તા બ્રાહ્મણ જ પ્રાપ્ત કરી શકે છે ત્યારે મુનિ તેના જવાબમાં કહે છે કે આપ લોકો વેદાદિના મુખને જ જાણતા નથી. આ સાંભળી જ્યારે બ્રાહ્મણ પૂછે છે કે વેદાદિના મુખને કોણ જાણે છે અને વેદાદિનું મુખ શું છે ? ત્યારે મુનિ વૈદિક તથા જેન દૃષ્ટિએ સમન્વિત અને ગંભીર અર્થ યુક્ત ધયર્થક ભાષામાં આમ કહે છે :
વેદોનું મુખ : અગ્નિહોત્ર વેદોનું મુખ છે અર્થાત્ જે વેદમાં અગ્નિહોત્રનું પ્રાધાન્યતાથી વર્ણન હોય તે જ વેદ, વેદોનું મુખ છે. વેદોમાં આ અગ્નિહોત્રની
१ जायाइ जमजबम्मि जयघोसि त्ति नामओ।
–૩. ૨૫. ૧. સુસંવડા હિં સંહિ....મહાગયે નય નસટું
–૩. ૧ર. ૪૨. ૨ એજન
ગ્રંથમાં ત્રણ જગાએ આ યજ્ઞનું વર્ણન છે. ૧ ઈન્દ્રનમિ સંવાદ (૯મું અધ્યયન) ૨ હરિકેશિબલ મુનિ અને બ્રાહ્મણોનો સંવાદ (૧રમું અધ્યયન)
અને ૩ જયઘોષ મુનિ અને બ્રાહ્મણોનો સંવાદ (૨૫મું અધ્યયન) ૩ ઉ. રપ. ૧-૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org