________________
૪૦૬ ઉત્તરાધ્યયન-સૂત્ર એક પરિશીલન છે છતાં સામાન્ય રીતે તે પુરુષાધીન થઈ રહેતી અને પુરુષની સંપત્તિ મનાતી હતી.
રીતિ-રિવાજ અને પ્રથાઓ ગ્રંથમાં કેટલાક સાંસ્કૃતિ અને કેટલાક સામાજિક રીતિ-રિવાજો અને પ્રથાઓનો ઉલ્લેખ મળે છે. તે પરથી તત્કાલીન સામાજિક તથા સાંસ્કૃતિક જીવનની બાબતમાં કેટલીક જાણકારી પ્રાપ્ત થાય છે. કેટલાક મુખ્ય રીતિ-રિવાજો અને પ્રથાઓ નીચે પ્રમાણેનો ખ્યાલ આપે છે :
યજ્ઞ : ધાર્મિક-ક્રિયાઓમાં વૈદિક-યજ્ઞોનું પૂરતું પ્રચલન હતું તે યજ્ઞો બે પ્રકારના હતા : ૧ પશુ હિંસાવાળા ૨ પશુ હિંસા વગરના. આમાંથી જે યજ્ઞો મોટા પાયા ઉપર થતા તેમાં ખૂબ જ ખર્ચ થતો. આ યજ્ઞોનું સંપાદન વેદ-વિદ્ બ્રાહ્મણો કરતા પણ તેનો ખર્ચ યજમાન ભોગવતો. યજ્ઞની સમાપ્તિ થતાં, બ્રાહ્મણ વગેરેને યજ્ઞાન્ન વહેંચવામાં આવતું. તેથી નમિ રાજર્ષિને ઈન્દ્ર કહે છે કે વિસ્તૃત યજ્ઞ કરીને તથા શ્રમણ-બ્રાહ્મણોને ભોજન કરાવીને દીક્ષા આપવી.
યમયજ્ઞ અથવા ભાવયજ્ઞ : અજ્ઞાનમૂલક પશુહિંસાપ્રધાન યજ્ઞો પ્રત્યેની માનવોની ચિત્તવૃત્તિને વાળવા માટે ગ્રંથમાં યજ્ઞની ભાવાત્મક (આધ્યાત્મિક
१ घणं पभूयं सह इत्थियाहि ।
–૩. ૧૪. ૧૬.
તથા જુઓ - ઉ. ૧૯. ૧૭. વગેરે २ वियरिज्जई खज्जई भुज्जई अनं पभूयं भवयाणभेयं ।
–૩. ૧ર. ૧૦.
૩ એજન ઉ. ૧ર. ૧૧, ૨૫. ૭-૮. ४ जईत्ता विउले जने भोइत्ता समणमाहणे ।
दत्ता भोच्चा य जिट्ठा य तओ गच्छसि खत्तिया ।
–૩. ૯. ૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org