________________
પ્રકરણ ૬: મુક્તિ
૩૮૫ માનવામાં આવેલ છે. આ સંખ્યા આટલી જ નિશ્ચિત કેમ કરવામાં આવી છે તે બાબતમાં નિશ્ચયપૂર્વક કંઈ કહી શકાય તેમ નથી પરંતુ જૈન ધર્મમાં ૧૦૮ની સંખ્યા ધાર્મિક-ક્રિયાઓમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
મુક્ત જીવોની એકરૂપતા : મુક્ત જીવોમાં કોઈ પ્રકારનો ભેદ હોતો નથી કારણ કે બધા સર્વજ્ઞ, સર્વદર્શી, સકળ કર્મોના બંધનની રહિત, અશરીરી તથા અનુપમેય સુખાદિથી યુક્ત છે. છતાં પણ ગ્રંથમાં મુક્ત જીવોના જે અનેક ભેદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અંતિમ જન્મની ઉપાધિની દષ્ટિએ કરેલ છે. જેમ કે પુરુષ, સ્ત્રી આદિના પર્યાયથી મુક્ત થનાર જીવ. “તત્ત્વાર્થસૂત્ર'માં આ વિષયમાં એક સૂત્ર છે જેમાં દર્શાવેલ છે કે સિદ્ધાંતોમાં કિંચિત ભેદ સંભવે છે. વાસ્તવિક રીતે સિદ્ધ જીવો અશરીરી હોવાથી પુરુષ, સ્ત્રી, નપુંસક જેવા ભેદો નથી.
જીવન્મુક્તિ : ગ્રંથમાં જીવન્મુક્તિની સત્તાને સ્વીકારવામાં આવી છે. જીવન્મુક્તિનો અર્થ: જે હજી પૂર્ણ મુક્ત તો થયેલ નથી પણ શીઘ જ નિયમાનુસર મુક્ત થનાર છે અર્થાત્ સંસારમાં રહેતા હોવા છતાં જેમનું સંસારભ્રમણ અટકી ગયું છે અને જે અશરીરી અવસ્થામાં જ પૂર્ણમુક્તિના દ્વારે ઊભા છે. ગ્રંથમાં જીવન્મુક્તિને સંસારરૂપી સમુદ્રના તીર (કિનારા)ની પ્રાપ્તિ તથા પૂર્ણ મુક્તિ (વિદેહમુક્તિ)ને પાર (સંસાર સમુદ્રને પેલે પારોની પ્રાપ્તિ દર્શાવેલ છે. વિદેહમુક્તિનું વર્ણન ઉપર થઈ ગયેલ છે. હવે ગ્રંથ પ્રમાણે જીવન્મુક્તિનું વર્ણન કરવામાં આવશે.
ગ્રંથમાં જીવન્મુક્તિનાં તથ્ય : જ્યારે કેશિકુમાર મુનિ ગૌતમ મુનિને પૂછે છે - “સંસારમાં ઘણા જીવ પાશબદ્ધ જોવા મળે છે પરંતુ તમે મુક્તપાશ અને લઘુભૂત થઈને કેવી રીતે વિચરણ કરો છો ?' ત્યારે ગૌતમ મુનિ કેશિમુનિને
૧ જુઓ – પૃ. ૩૮૩. २ क्षेत्रकालगतिलिंगतर्थचारित्रप्रत्येकबुद्धबोधितज्ञानावगाहनान्तरसंख्याल्पबहुत्वत: साध्यः ।
–. સૂ, ૧૦. ૯. ૩ ઉ. ૧૦. ૩૪, પૃ. ૩૭૬, પા. ટિ, ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org