________________
૩૮૬
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
કહે છે – “હે મુનિ, હું એ બધા પાશોને કાપીને અને ઉપાયપૂર્વક નષ્ટ કરીને મુક્તપાશ અને લઘુભૂત થઈને વિહાર કરું છું.” કેશિમુનિએ અનેકવાર પાશો બાબત પૂછ્યું ત્યારે ગૌતમ મુનિ કહે છે કે અત્યંત ભયંકર રાગ-દ્વેષાદિદરૂપ સ્નેહપાશોને વિધિપૂર્વક કાપીને ક્રમાનુસાર વિહાર કરું છું. અહીં સંસારના બધા જીવોને પાશબદ્ધ ન કહેતાં, ઘણા જીવોને પાશબદ્ધ કહેવામાં આવ્યા છે તથા ગૌતમ મુનિને “મુક્તપાશ’ અને ‘લઘુભૂત” કહેવામાં આવ્યા છે તે હકીકત એમ સિદ્ધ કરે છે કે સંસારમાં કેટલાક એવા પણ જીવ છે કે જે બંધનથી રહિત (પાશયુક્ત) છે અને તેમાંના એક ગૌતમ મુનિ પણ છે. તેથી જે પાપમુક્ત અને કર્મજ દૂર થવાથી લઘુભૂત છે તે બધા “જીવન્મુક્ત છે. રાગ-દ્વેષવશ, વિષયભોગો પ્રત્યે રાખવામાં આવેલી આસક્તિ (સ્નેહ કે મોહ) જ પાશ છે અને રાગ-દ્વેષથી રહિત થઈ વીતરાગી થયેલ છે તે બધા મુક્તપાશ છે. બ્રાહ્મણનું લક્ષણ દર્શાવતાં ગ્રંથમાં બ્રાહ્મણને “પ્રાપ્તનિર્વાણ' (જેણે નિર્વાણ પ્રાપ્ત કરેલ છે) ગણવામાં આવેલ છે. એ પરથી “જીવન્મુક્ત'નું ગ્રહણ થાય છે.
આ રીતે સિદ્ધ થાય છે કે ગ્રંથમાં જીવન્મુક્તોની સત્તામાં વિશ્વાસ ધરાવવામાં આવ્યો છે. આ જીવન્મુક્ત જળથી ભિન્ન કમળની જેમ સંસારમાં રહેવા છતાં તેનાથી અલિપ્ત રહે છે. આ જીવન્મુક્ત જીવ જ પ્રાણીમાત્ર માટે હિતોપદેષ્ટા છે કારણ કે વિદેહમુક્ત (સિદ્ધ) જીવોની સંસારમાં સ્થિતિ ન હોવાથી તથા તેઓ બધા પ્રકારની ઈચ્છાઓથી રહિત હોવાથી તેઓ હિતોપદેષ્ટા ન થઈ શકે પણ તેઓ પોતે પહેલાં કરેલાં શુભ-કાર્યોથી જ જીવોના પથ-પ્રદર્શક બને છે. આમ પ્રાણીમાત્રના કલ્યાણ માટેનો હિતોપદેશ આપવાને કારણે જીવન્મુક્તોને જૈન ગ્રંથોમાં સિદ્ધ કરતાં પહેલાં નમસ્કાર કરવામાં આવે છે.
१ दीसंति बहवे लोए पासबद्धा सरीरिणो.......मुक्कपासो लहुड्भूओ ॥
-૩. ૨૩. ૪૦. २ सुव्वयं पत्तनिव्वाणं तं वयं बूम माहणं ।
–૩. રપ. રર. 3 णमो अरिहंताणं णमो सिद्धाणं णमो आइरियाणं । णमो उवज्झायाणं णमो लोए सव्व-साहूणं ।। १ ।।
–ામ, પુસ્ત, પૃ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org