________________
૩૮૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન એજ શરીરથી મુક્ત થઈ શકે છે. અહીં દેવ, નરક અને તિર્યંચ ગતિમાંથી મુક્ત થનારા જીવોની સંખ્યાનો વિશેષ રૂપે ઉલ્લેખ ન કરી સામાન્યરૂપે પુરુષ, સ્ત્રી અને નપુંસક લિંગીનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. તે પરથી સ્પષ્ટ થાય છે કે મનુષ્યગતિનો જીવ જ સીધો મુક્ત થઈ શકે છે, અન્ય દેવાદિગતિવાળા જીવ મનુષ્યપર્યાય-પ્રાપ્તિ પછી જ મુક્ત થઈ શકે છે. તેથી સર્વાર્થસિદ્ધિવાળા દેવને પણ મનુષ્યપર્યાયની પ્રાપ્તિ પછી જ મુક્તિના અધિકારી દર્શાવ્યા છે. ઊર્ધ્વલોક અને અદ્યોલોકમાંથી મુક્તિની સંખ્યાનું જે કથન કરવામાં આવ્યું છે તે ત્યાં રહેલ મનુષ્યગતિના જીવોની સ્થિતિની દૃષ્ટિએ જ છે. એ જીવો કોઈ કારણવશ ત્યાં પહોંચી ગયેલા છે. આમ મનુષ્યને જ સાક્ષાત્ મુક્તિ પ્રાપ્ત કરવાના અધિકારી તરીકે દર્શાવેલ છે. જો કે અન્ય ગતિના જીવ પણ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે પણ તેને માટે તેમણે પહેલાં મનુષ્યગતિમાં આવવું પડે છે. દિગંબર પરંપરામાં માત્ર મનુષ્યગતિની પુરુષજાતિને જ તેના સાક્ષાત્ અધિકારી તરીકે દર્શાવેલ છે. સ્ત્રી અને નપુંસક લિંગીને નહીં.
ગૃહસ્થ અને જૈનેતર સાધુને મુક્તિના અધિકારી ગણ્યા છે તે બાહ્ય ઉપાધિની અપેક્ષાએ છે કારણ કે ભાવાત્મક રીતે તો બધાએ પૂર્ણા વીતરાગી થવું જરૂરી છે ગૃહસ્થ અને જૈનેતર સાધુઓમાં વિરલ જ કોઈ જીવ એવા હોય છે કે જે મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. તેથી એક સમયે અધિકમાં અધિક મુક્ત થનાર એવા જીવોની સંખ્યા જૈન સાધુઓ કરતાં ઓછી દર્શાવેલ છે. અહીં એક સમયે વધારેમાં વધારે સિદ્ધ થનાર જીવોની જે સંખ્યા દર્શાવેલ છે તે એ અર્થમાં છે કે જો એક જ કાળમાં જીવ વધુમાં વધુ સિદ્ધ થાય તો તે ૧૦૮ જ હોય તેથી વધારે નહીં. ઓછામાં ઓછા કેટલા સિદ્ધ થાય એ બાબતમાં કોઈ સંખ્યા નિયત નથી. તેથી સંભવ છે કે કોઈ સમયે એકેય જીવ સિદ્ધ ન થાય અને એવું જૈન ગ્રંથોમાં
१ भुङ्क्ते न केवली न स्त्रीमोक्षमेति दिगम्बर: । ___प्राहुरेषामयं भेदो महान् श्वेताम्बरः सह ।।
-જિનદત્તસૂરિ, ૨ ત. સૂ, પં. કેલાસચંદ્રકૃત ટીકા, પૃ. ૨૩૮.
વૃત, મ. સ. ૧, પૃ. ૧૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org