________________
ર૬૦ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન કપડાનો ટૂકડો અને ૨. પાત્ર અને કંબલ. આ બંને અર્થોમાં પ્રથમ અર્થ (પાદપ્રોંછન) અધિક ઉપયુક્ત માલૂમ પડે છે કારણ કે ગ્રંથમાં કહેવામાં આવેલ છે કે જે સાધુ પાદકંબલને યોગ્ય રીતે સાફ કર્યા વગર તેના ઉપર બેસે છે તે પાપશ્રમ’ છે.
વિશેષ ઉપકરણ. જે ઉપકરણ ઉપયોગ કર્યા પછી ગૃહસ્થને પાછાં આપવામાં આવે છે અથવા જે ખાસ અવસરે કેટલોક સમય લેવામાં આવે છે તેને વિશેષ ઉપકરણ (ઔપગ્રહિકોપધિ) કહેવામાં આવે છે. જેમ કે.
૧. પીઠ : બેસવા માટે લાકડાનો પાટલો ૨. ફલક : સૂવા માટે લાકડાનું પાટિયું ૩. શય્યા : રહેવા માટેનું સ્થાન (ઉપાશ્રય) ૪. સંસ્તારક : ઘાસ તણખલાં વગેરેમાંથી બનાવેલ આસન (બિસ્તર)
આ રીતે સાધુના આ બધાં ઉપકરણોમાં મુખવસ્ત્રિકા, રજોહરણ વગેરે આવશ્યક છે અને પીઠ, ફલક વગેરે વિશેષ. આગમ-ગ્રંથોમાં સ્ત્રીઓ માટે કેટલાંક વધારે ઉપકરણ રાખવાની અનુમતિ આપવામાં આવેલ છે. આ ઉપકરણ સંયમમાં ઉપકારક હોવાથી જ જરૂરી છે. તેનાથી સાધુની ઓળખાણ પણ થાય છે.
પાંચ મહાવ્રત સાધુ દીક્ષા લીધા પછી સર્વ પ્રથમ પાંચ નૈતિક મહાવ્રતોને ધારણ કરે છે. આ મહાવ્રત સાધુના સંપૂર્ણ આચારના આધારસ્તંભ છે. તેનાં નામ આ પ્રમાણે
છે.
૧ ડૉ. મોહનલાલ મહેતાએ પાદપ્રીંછનનો અર્થ રજોહરણ કરેલ છે.
-જુઓ જૈન આચાર પૃ. ૧૬૫ ૨ જુઓ – પૃ. ૨૨૯, પા. દિ. ૪. ૩ એજન ઉ. ૨૫. ૩. ૪ જે. સા.બુ. ઇ. ભાગ - ૨ પૃ. ૨૦૦ ૫ જુઓ પૃ. ૨પ૬ પા. ટિ. ૨ ६ अहिंस सच्चं ध अतेणगं य तत्तो य बंमं अपरिग्गरं च । पडिवज्झिया पंचमहव्वयाणि चरिज्ज घम्मं जिणदेसियं विउ ।
-૩. ૨૧. ૧ર. તથા જુઓ . ૧ર. ૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org