________________
પ્રકરણ ૪ : સામાન્ય સામ્રાચાર
ર૫૯
૨. રજોહરણ (ગોચ્છક) : જીવોની રક્ષા કરવા તથા ધૂળ વગેરેને સાફ કરવાની ખાસ પ્રકારની સાવરણી. એ પણ સાધુ પાસે દરરોજ રાખવામાં આવે છે કારણ કે પ્રત્યેક કાયિક-ક્રિયાના પ્રારંભમાં તેની જરૂર પડે છે. દિગંબરપરંપરાના સાધુઓ માટે પણ આ આવશ્યક ઉપકરણ છે.
૩. પાત્ર (ભાંડક) લાકડું, તુંબડી કે માટી વગેરેનું વાસણ. તેનો ઉપયોગ આહાર, જળ વગેરે લાવવામાં અને રાખવામાં થાય છે.આચારાંગસૂત્રમાં આવશ્યક્તાનુસાર બે ચાર પાત્ર રાખવાનો ઉલ્લેખ મળે છે. આ પણ એક જરૂરી ઉપકરણ છે. દિગંબર પરંપરાના સાધુ માત્ર એક પાત્ર રાખે છે અને તેને કમંડળ” કહેવામાં આવે છે.
૪. વસ્ત્ર પહેરવાનાં કપડાં. આ વસ્ત્ર સાધારણા કોટિનાં હતાં જેથી એ પ્રત્યે મમત્વ ન બંધાય. જો કે મહાવીરે અચેલ ધર્મ (નગ્ન રહેવું)નો ઉપદેશ આપેલો. પરંતુ હરિકેશિબલને “અવમએલએ” (સાધારણ-કોટિના વસ્ત્રવાળા) કહેવામાં આવેલ છે. આ ઉપરાંત, વસ્ત્રોને દરરોજ ઉખેળીને તેને યોગ્ય રીતે તપાસવાં અને રજોહરણથી તેનું પ્રમાર્જન (સફાઈ) કરવાનું વિધાન પણ કરવામાં આવેલ છે. એ પરથી સ્પષ્ટ થાય છે કે સાધુએ વસ્ત્ર રાખવાં એવી છૂટ હતી ખરી પણ એની મર્યાદા નક્કી કરવામાં આવેલ હતી.
૫. પાદકંબલ તેનો ગ્રંથમાં બે જગ્યાએ ઉલ્લેખ મળે છે. આત્મારામજીએ બંને જગ્યાએ જુદા જુદા બે અર્થ કરેલ છે. ૧. પાદપ્રીંછન (પગ સાફ કરવાનો
૧ ગાવારસૂત્ર ર. ૧. ૬. २ ओमचेलए पंसुपिसायमूए संकरदूसं परिहरिय कण्ठे ।
-૩. ૧ર. ૬.
૩ જુઓ – પૃ. ૨૫૮. પા. ટિ. ૩. ४ संथारं फलगं पीढं निसिज्जं पायकंबलं ।
अप्पमज्जियमारुहई पावसमणि त्ति वुच्चइ ।।
–૩. ૧૭. ૭.
पडिलेहेइ पमत्ते अवउज्झइ पायकंबलं । पडिलेहाअणाउत्ते पावसमणि तिं वुच्चई ।।
–૩. ૧૭. ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org