________________
મૂળ લેખકનું પ્રાકથન સેવાઓની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ સંશોધન કાર્ય માટેની મારી ઉત્તર અભિલાષા જોઈને પરમ પૂજ્ય ડૉ. સિદ્ધેશ્વર ભટ્ટાચાર્ય: અધ્યક્ષ, સંસ્કૃત-પાલિ વિભાગ ; કાશી વિશ્વ વિદ્યાલય દ્વારા મને જૈન આગમસાહિત્યના સુપ્રસિદ્ધ ગ્રંથ “ઉત્તરાધ્યન-સૂત્ર” ઉપર સંશોધન કાર્ય કરવાની સલાહ પ્રાપ્ત થઈ અને એમના નિર્દેશન અંગેની અનુમતિ પણ મળી.
ગ્રંથનું અધ્યયન કર્યા બાદ મેં અનુભવ્યું કે આ ગ્રંથ ઉપર અન્ય જૈન-આગમ ગ્રંથો કરતાં વિપુલ વ્યાખ્યાત્મક સાહિત્ય અસ્તિત્વ ધરાવે છે. છતાં તેનું વૈજ્ઞાનિક અને સમાલોચનાત્મક અધ્યયન ખૂબ જ આવશ્યક અને સમયાનુસાર છે. જો કે શાર્પેન્ટિયર, યાકોબી, વિન્ટરનિટ્ઝ વગેરે પશ્ચિમના વિદ્વાનોએ તેના સાહિત્યિક, ધાર્મિક, દાર્શનિક વગેરે પાસાંઓના મહત્ત્વ પ્રત્યે નિર્દેશ કર્યો છે પણ ગ્રંથના અંતરંગ વિષયનું સર્વાગીણ સમાલોચનાત્મક અધ્યયન પ્રસ્તુત કર્યું નથી. મારું સંશોધન કાર્ય પૂરું થયા બાદ એક વર્ષ પછી આચાર્ય તુલસી કૃત ‘ઉત્તરાધ્યયન સૂત્ર : એક સમીક્ષાત્મક અધ્યયન' પ્રકાશિત કર્યું. તપાસ કરતાં જાણવા મળ્યું કે તુલસીકૃત પ્રબંધ ગ્રંથમાં મૂળ ગ્રંથના વિષયને સરળ રીતે સુબોધ શૈલીમાં રજૂ કરવામાં આવેલ છે. જ્યારે આચાર્ય તુલસીકૃત પ્રબંધમાં મૂળ અને ટીકા ગ્રંથો વગેરેનું મિશ્રણ થઈ જતાં “ઉત્તરાધ્યયન સૂત્ર'નો મૂળ વિષય ગૌણ બની ગયેલ છે. આ કારણે પ્રસ્તુત પ્રબંધના પ્રકાશનની આવશ્યકતા પૂર્વવત રહી છે.
પ્રસ્તુ પ્રબંધમાં પ્રાસ્તાવિક સાથે આઠ પ્રકરમો ઉપરાંત ચાર પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે. પ્રબંધના અંતે સહાયક ગ્રંથ સૂચી, કોઠાઓ તથા વૃત્તચિત્રો આપેલ છે. પ્રત્યેક પ્રકરણના અંતે સમાલોચનાત્મક અનુશીલન આપવામાં આવેલ છે. અંતિમ પ્રકરણમાં સમસ્ત પ્રબંધનો પરિશીલનાત્મક ઉપસંહાર પ્રસ્તુત કરવામાં આવેલ છે તેથી પ્રસ્તુત પ્રબંધનું નામ “ઉત્તરાધ્યયન સૂત્ર એક પરીશીલન' રાખવામાં આવેલ છે. આચાર્ય તુલસીકૃત પ્રબંધ કરતાં આ પ્રબંધ જુદો છે એમ દર્શાવવા માટે પણ આ નામ રાખવું ઉચિત છે એમ માનવામાં આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org