________________
મૂળ ગ્રંથનું પ્રકાશકીય
પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન, વારાણસીના ‘નાથાલાલ પારેખ શોધ-છાત્ર' ડૉ. સુદર્શનલાલ જૈન રચિત ‘ઉત્તરાધ્યયન સૂત્ર એક પરિશીલન' નામનો પ્રસ્તુત પ્રબંધ, ‘સોહનલાલ જૈન ધર્મ પ્રચારક સમિતિ’ દ્વારા પ્રકાશિત શોધ-ગ્રંથોમાં પાંચમું સ્થાન ધરાવે છે. ડૉ. સુદર્શનલાલ જૈન, સમિતિના છઠ્ઠા સફળ શોધ-છાત્ર છે. તેમના પછી સમિતિના પાંચ અન્ય શોધ-છાત્રોએ અત્યાર સુધીમાં સફળતા પ્રાપ્ત કરેલ છે. અત્યારે સાત શોધ-છાત્રો વિભિન્ન જૈન વિષયો ઉપર પી.એચ.ડી.ની પદવી માટે પ્રબંધ લખી રહ્યા છે.
પ્રસ્તુત પ્રબંધમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ જૈન આગમ ગ્રંથ ‘ઉત્તરાધ્યયન-સૂત્ર’નું સર્વાંગીણ સમીક્ષાત્મક અધ્યયન પ્રસ્તુત કરવામાં આવેલ છે. ‘ઉત્તરાધ્યયન-સૂત્ર' પ્રાકૃત ભાષામાં લખાયેલ એક ઉત્કૃષ્ટ ધાર્મિક કાવ્ય-ગ્રંથ છે. તેમાં મુખ્યત્વે મુનિઓના આચાર-વિચાર અને જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાન્તોની ચર્ચા કરવામાં આવી છે.
‘ઉત્ત૨૨ાધ્યયન-સૂત્ર’નું અનેક આચાર્યો અને વિદ્વાનોએ અનેક રીતે અધ્યયન તથા વિવેચન કરેલ છે. પ્રસ્તુત પ્રબંધ આ શ્રૃંખલામાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરશે એ બાબતમાં કોઇ સંદેહ નથી. ગ્રંથના અધ્યયનથી ‘ઉત્તરાધ્યયન સૂત્ર’નું હાર્દ સરળતાથી સમજી શકાશે.
સમિતિ પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન’ના અધ્યક્ષ ડૉ. મોહનલાલ મહેતા પ્રત્યે કૃતજ્ઞ છે. તેમણે પ્રસ્તુત ગ્રંથનું પર્યાપ્ત પરિશ્રમપૂર્વક સંપાદન કરેલ છે. આ ગ્રંથ સ્વર્ગીય લાલા લદ્દામલજી જૈનની પુણ્યસમૃતિમાં પ્રકાશિત કરવામાં આવી રહેલ છે. સમિતિ આ પ્રકાશન સંબંધિત બધા મહાનુભાવોનો આભાર માને છે.
Jain Education International
For Private & Personal Use Only
n હરજસરાય જૈન મંત્રી
www.jainelibrary.org