________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
‘કાંપિલ’ ગામ સાથે તેનું સામ્ય ગણવામાં આવે છે. આ નગર દક્ષિણ પાંચાલની રાજધાની હતું. મહાભારત અનુસાર અહીં દ્રુપદ રાજા રાજ્ય કરતો હતો. આ જૈન માટેનું તીર્થક્ષેત્ર છે કારણ કે અહીં તેરમા તીર્થંક૨ ‘વિમલનાથ'ના ચાર કલ્યાણકો (અતિશય) થયા હતા.
કાશી : અહીંની ભૂમિ ઉપર જ ચિત્ત અને સંભૂત નામના બે ચાંડાળો જન્મેલા. અહીંના રાજા કાશીરાજનો પણા ગ્રંથમાં ઉલ્લેખ મળે છે. આ જનપદની રાજધાની વારણસી હતી. જૈન-બૌદ્ધ બંને સાહિત્યમાં તેનો સમાનરૂપે ઉલ્લેખ થયેલો છે. તેમાં વારાાસી, મિર્જાપુર, ગાજીપુર, જેનપુર તથા આજમગઢ જિલ્લાનો ભાગ ગણાય છે. તેની પૂર્વમાં મગધ, પશ્ચિમમાં વત્સ, ઉત્તરમાં કોશલ અને દક્ષિણમાં સોન નદી હતી. કાશી અને કોશલ જનપદની સીમાઓમાં ક્યારેક ક્યારેક ફેરફારો પણ થતા.
૪૯૮
કોશલ" : તેનું પ્રાચીન નામ ‘વિનીતા’ હતું. વિવિધ વિદ્યાઓમાં કુશળતા પ્રાપ્ત કરવાને કારણે તેને ‘કુશલા' (કોશલ) કહેવાની શરૂઆત થઈ. ઉત્તરાધ્યયનમાં કોશલરાજની પુત્રી ‘ભદ્રા’નો ઉલ્લેખ આવે છે. બૌદ્ધ સાહિત્ય અનુસાર એ જનપદની રાજધાની શ્રાવસ્તી હતી. તેમાં લખનઉ, અયોધ્યા વગેરે નગરો હતાં. જૈન સાહિત્ય અનુસાર કોશલ (કોશલપુર-અવધ)ની રાજધાની ‘સાકેત’ (અયોધ્યા) હતી. કનિંગહામે વાયુપુરાણ અને રત્નાવલીના આધારે તેનું સ્થાન દક્ષિણ ભારતમાં નાગપુરની આસપાસ માનેલ છે.
૧ એજન
૨ જૈન તીર્થંકરોના પાંચ કલ્યાણકારોના નામ આ પ્રમાણે છે : ગર્ભ, જન્મ, તપ, જ્ઞાન અને મોક્ષ
૩ . ૧૩. ૬. ૧૮. ૪૮
૪ ૩. સમી. પૃ. ૩૭૬
૫ ઉ. ૧૨. ૨૦, ૨૨.
૬ જૈ. ભા. સ. પૃ. ૪૬૮-૬૯
૭ Ancient Geography of India, p. 438.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org