________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
૧૧૩
ભવનવાસી વગેરે ત્રણ પ્રકારના દેવોની અધિકતમ આવરદા ક્રમશ: સહેજ અધિક એક સાગર, એક પલ્યોપમ અને લાખ વર્ષ અધિક પલ્યોપમ છે. નિમ્નતમ આવરદા ક્રમશઃ દસ હજાર વર્ષ, દસ હજાર વર્ષ અને પલ્યોપમનો આઠમો ભાગ છે. એમની કાયસ્થિતિ, આવરદા (ભવસ્થિતિ) જેટલી છે કારણ કે નારકી જીવોની જેમ દેવ પણ મૃત્યુ પામીને ફરીથી દેવ થતા નથી. દેવ મૃત્યુ બાદ મનુષ્ય કે તિર્યંચ થાય છે. તેથી દેવોની આવરદા કરતા તેમની કાયસ્થિતિ જુદી હોતી નથી એમ દર્શાવવામાં આવ્યું છે. તેઓની અન્તર્માન, ત્રસ્થિતિ વગેરે બધી બાબતો મનુષ્ય જેવી જ છે.
માનિક દેવ- વિશેષ રૂપે માનનીય (સમાનાર્ડ) હોય તથા વિમાનોમાં નિવાસ કરવાને કારણે આ દેવોને વૈમાનિક કહેવામાં આવે છે. આ જ દેવોને ખ્યાલમાં રાખીને મોટે ભાગે દેવોનાં ઐશ્વર્ય વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. તે કલ્પોત્પન્ન અને કલ્પાતીત એમ બે પ્રકારના છે.
ક. કલ્પોત્પન્ન વેમાનિક દેવ- કલ્પ” શબ્દનો અર્થ થાયઃ મર્યાદા અથવા કલ્પવૃક્ષ (જે ઈચ્છા કરવા માત્રથી અભીષ્ટ વસ્તુનું પ્રદાન કરે છે). તેથી જે અભીષ્ટ ફળ દેનારા આ કલ્પોમાં ઉત્પન્ન થાય છે તેમને કલ્પોત્પન્ન દેવ કહેવામાં આવે છે. ઇન્દ્ર વગેરેની કલ્પના કલ્પોત્પન્ન દેવોમાં જ થાય છે. કારણ કે તેનાથી ઉપરના બધા દેવોને અહમિન્દ્ર” કહેવામાં આવે છે. તેથી સ્વામી-સેવક ભાવ અહીં જ હોય છે. તેનાથી ઉપર નથી હોતો. કલ્પોની સંખ્યા બારની १ साहियं सागरं एक्कं उक्कोसेण ठिई भवे ।
पलिओवमट्ठभागो जोइसेसु जहन्निया ।
-૩. ૩૬. ૨૧૮-૨૨૦.
२ जा चेव उ आउठिई देवाणं तु वियाहिया ।
सा तेसि कायठिई जनुकोसिया भवे ।।
–૩. ૩૬. ૨૪૪.
તથા જુઓ - મૃ. ૧૦૫, પા. ટિ. ૧. ૩ ઉ. ૩૬. ર૧૬-૧૭, ૨૪૮. ४ वेमाणिया उ जे देवा दुविहा ते वियाहिया ।
कप्पोवगा य बोधव्वा कप्पाईया तहेव य ।।
-૩. ૩૬. ૨૦૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org